અફગાનિસ્તાન : ઉત્તર અફગાનિસ્તાનના બાખ પ્રાંતમાં તાલિબાને 7 અફગાન નાગરિકોની હત્યા કરી છે. આ જાણકારી સ્થાનિક અધિકારી દ્વારા બુધવારે મળી હતી. સ્થાનિક પોલીસ અધિકારી સઈદ આરિફ ઈકબાલીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ મંગળવારે બપોરે શોલગારા જિલ્લામાંથી નાગરિકોનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેમની હત્યા કરી હતી.
તાલિબાને ઉત્તર અફગાનિસ્તાનમાં 7 લોકોની હત્યા કરીઃ અફગાન અધિકારી - અમેરિકા સૈન્યના પ્રવક્તા કર્નલ સોની લેગેટ
ઉત્તર અફગાનિસ્તાનના બાખ પ્રાંતમાં તાલિબાને 7 અફગાન નાગરિકોની હત્યા કરી છે. આ જાણકારી સ્થાનિક અધિકારી દ્વારા બુધવારે મળી હતી.
તાલિબાનેતાલિબાને
કંધાર ગવર્નરના પ્રવક્તા બહીર અહમદીએ જણાવ્યું હતું કે, દમન જિલ્લામાં મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના લીધે 3 બાળકો મૃત્યુ પામ્યા હતા અને 5 બાળકો ઈજાગ્રસ્ત થયાં હતા. તાલિબાને આ હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. આતંકવાદી દળના પ્રવક્તા યૂસુફ અહમદીએ કહ્યું હતું કે, આ બાળકોના મોત ડ્રોન હુમલામાં થયાં છે.
અમેરિકા સૈન્યના પ્રવક્તા કર્નલ સોની લેગેટે આ હુમલાની વાતને નકારી હતી. લેગેટે ટ્વિટ કરતાં કહ્યું છે કે, 'અમે તાલિબાનની હિંસા રોકવા માટેના પ્રયાસો પર કાયમ છીએ.'