દેશમાં ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે જ્યાં ગાંધીજીના સ્મરણો, સ્મૃતિઓ નહીં હોય. પરુંતુ દેવભુમી સાથે ગાંધીજીને વિશેષ લગાવ હતો. એમની નૈનીતાલથી બાગેશ્વર સુધીની યાત્રાએ આઝાદીની લડતને ચિંગારી ચાંપી હતી. પરંતુ અફસોસની વાત એ છે કે, એમની સાથે જોડાયેલી કેટલીય વિરાસતો અસ્તિત્વની લડાઈ લડી રહી છે. જાણકારોના મત પ્રમાણે, આ યાત્રામાં ગાંધીજીના અનેક રુપ જોવા મળ્યા હતાં. ક્યારેક તેઓ સમાજસેવી, ક્યારે કુશળ રાજનેતા તો ક્યારેક આધ્યાત્મિક સંત લાગતા.
ગાંધી@150: ઉત્તરાખંડમાં આવેલું તાકુલા ગાંધી મંદિર... - ઉત્તરાખંડ
ન્યૂઝ ડેસ્કઃ મહાત્મા ગાંધી....એવું વિરાટ વ્યક્તિત્વ જેમણે ગુલામ ભારતને આઝાદી અપાવી. ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાને જ ભારતના જન-જનમાં સ્વરાજની ઝંખના જગાવી હતી. ગાંધીના એક અવાજ પર લાખો લોકો તેમને અનુસરતા. ગાંધી એમના આચાર, વિચારથી આજે પણ લોકોના હ્દયમાં જીવંત છે, અમર છે.
મહાત્મા ગાંધીએ નૈનીતાલથી બાગેશ્વર સુધીની યાત્રા દરમિયાન લોકોને આઝાદીની લડત લડવા પ્રેરિત કર્યા હતાં. આઝાદીના લડાઈની કેટલીય યાદો આજે ધુળ ખાઈ રહી છે અને જર્જરીત અવસ્થામાં છે. સારસંભાળના અભાવે આ વિરાસતોના ખસ્તાહાલ થયા છે. જેમાંથી એક છે તાકુલામાં આવેલું ગાંધી મંદિર. 14 જુન 1929 આ એ દિવસ હતો જ્યારે ગાંધીજી તાકુલા પહોંચ્યા હતા. તેના આગલા દિવસે ગાંધીજીએ મહિલાઓને સંબોધી હતી. ગાંધીજીના ભાષણથી પ્રભાવીત થયેલી મહિલાઓએ પોતાના આભુષણો દાનમા આપી દઈ સ્વતંત્રતા આંદોલનમાં પોતાનું યોગદાન આપ્યુ હતું. મહિલાઓની આ પહેલથી ગાંધીજી ખુબ જ પ્રભાવીત થયા હતાં. પરિણામે કુમાઉં ના લોકોએ દાંડી સત્યાગ્રહમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તાકુલાના લોકોએ આ આશ્રમને ગાંધી મંદિર નામ આપ્યુ હતું. મહત્વની વાત એ છે કે, આ મંદિરનો પાયો ગાંધીજીએ નાંખ્યો હતો. પરંતુ દુઃખની વાત એ છે કે, ગાંધીજીને યાદ કરતી સરકાર તેમની આ ઐતિહાસિક ધરોહરને ભુલી ગઈ છે.
પહેલી વાર મહાત્મા ગાંધી 14 જુન 1929ના દિવસે કુમાઉં આવ્યા હતાં. 15 જુને નૈનિતાલના લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતુ. 14 જુને હલ્દ્રાની પહોંચ્યા પછી ગાંધી કાઠગોદામ-નૈનીતાલ થઈ તાકુલા ગામમાં આવ્યા હતાં. આ પ્રવાસ દરમિયાન તેમણે ગાંધી આશ્રમમનો શિલાન્યાસ કર્યો હતો. ત્યાર પછી રાનીખેત, ભવાલી, અલ્મોડા અને બાગેશ્વર સુધી યાત્રા કરી હતી. બે વર્ષ પછી 1931માં કુમાઉંના પ્રવાસ દરમિયાન ગાંધીજી તાકુલા સ્થિત ગાંધી આશ્રમમાં રોકાયા હતાં. આ બાજુ ગાંધી વાદીઓ આ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ કરી રહ્યા છે. આવનારી પેઢી માટે આ ધરોહરનું જતન કરવું જરુરી છે.