ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજથી તાજમહેલ અને આગરા કિલ્લાની માણી શકશો મોજ, 5 લાખ લોકોને મળશે રોજી રોટી - પર્યટક સ્થળ

ઉત્તરપ્રદેશમાં તાજમહેલ અને આગરા કિલ્લાને આજથી ફરી પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી પ્રવાસીઓ તાજને જોઈ શકશે અને આગરાના કિલ્લાની મજા માણી શકશે. જો કે આ બધુ જ કોરોના માર્ગદર્શિકાને ધ્યાને રાખી તેનું પાલન કરી કરવામાં આવશે.

ta
taj

By

Published : Sep 21, 2020, 10:05 AM IST

આગરાઃ કોરોના વાઈરસને કારણે પ્રેમની નિશાની ગણાતો એવો તાજમહેલ અને આગરાના કિલ્લામાં 187 દિવસથી સન્નાટો છવાયેલો હતો. 21 સપ્ટેમ્બર એટલે કે આજથી ફરી પ્રવાસીઓ માટે તાજમહેલ ખોલવામાં આવ્યો છે. તાજના ચાહકોની તેને જોવાની ઈચ્છા પુરી થશે, તો બીજ બાજુ પાંચ લાખ લોકોને રોજી રોટી મળશે. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) એ કોરોના ચેપને કારણે તાજમહેલ અને આગરા કિલ્લામાં પ્રવાસીઓના પ્રવેશ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) તૈયાર કરી છે. આ અંતર્ગત કોવિડ -19 ની માર્ગદર્શિકા અને એસઓપીનું પાલન કરવામાં આવશે.

દર્શકોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવશે

એએસઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર દ્વારા તાજ અને આગરાના કિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે. એએસઆઈ એ આ બાબતે પુરી તૈયારી કરી લીધી છે. સ્મારકોને સેનિટાઈજ કરી દેવામાં આવ્યાં છે. દર્શકોની સંખ્યા પણ સીમિત રાખવામાં આવશે. એએસઆઈના વસંત કુમાર સ્વર્ણકારે જણાવ્યું કે કોરોના સંક્રમણને લઈ તાજમહેલ અને આગરાના કિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રહેશે.

આ સમયે જોઈ શકાશે તાજ

વસંત કુમાર સ્વર્ણકારે જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સ અનો કોરોનાવાઈરસની ગાઈડલાઈનને ધ્યાને રાખી સવારે 6.30 થી બપોરે 2 વાગ્યા સુધી તાજમહેલમાં 2500 પ્રવાસીઓને ટ્કિીટ આપવામાં આવશે. ત્યાર બાદ સાંજના 6 વાગ્યા સુધી અન્ય 2500 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. એવી જ રીતે આગરાના કિલ્લામાં સવારે 6.30થી બપોરના 2 વાગ્યા સુધી 1225 પ્રવાસીઓન ટિકીટ આપવામાં આવશે, જ્યારે બપોર પછી અન્ય 1225 પ્રવાસીને કિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે.

તાજમહે અને આગરા કિલ્લાની મુલાકાત લેવા આવેલા તમામ પર્યટકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે અને તે મુજબ તેમને પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ માટેના નિયમો

તાજમહેલ અને આગરા કિલ્લામાં ઇ-ટિકિટ દ્વારા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. રોજિંદા તાજ અને આગરા કિલ્લાની સફાઇ બે વાર કરવામાં આવશે. મુલાકાત લેનારા પ્રવાસીઓએ પાર્કિંગમાં ડિજિટલ પેમેન્ટ કરવું પડશે. પ્રવાસીઓએ સામાજિક અંતરની કાળજી લેવી પડશે. દરેક પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત છે. ફક્ત માસ્ક લગાવનારા પ્રવાસીઓને જ સ્મારકમાં પ્રવેશ આપવામાં આવશે. સ્મારકોમાં પ્રવેશતા પહેલા પ્રવાસીઓની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે.

કોઈ ફોટોગ્રાફી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, ફક્ત બિન ચેપી પ્રવાસીઓને જ સ્મારકમાં પ્રવેશ આપવામાં આવશે. તાજ અને આગરા કિલ્લામાં જૂથ ફોટોગ્રાફી કરવાની મંજૂરી નથી. પ્રવાસીઓ સ્મારક પર ખાદ્ય ચીજો લઇ જઈ શકશે નહીં. સમયાંતરે તમામ સ્મારકોની સફાઇ કરવામાં આવશે. તાજ અને અન્ય સ્મારકો ઇમારતોના સ્પર્શ પર પ્રતિબંધ છે. સ્મારકોમાં થૂંકનારા પર્યટકો પર પ્રતિબંધ રહેશે.

એક નજર

  • તાજનગરીમાં 650 હોટલ છે
  • આગરામાં 3500 પર્યટક ગાઈડ છે
  • તાજમહેલ અને આગરા કિલ્લામાં 800 ફોટોગ્રાફર છે
  • પ્રતિબંધથી 2000 કરોડનું નુકસાન થયું છે
  • ફરી પર્યટન શરૂ થવાથી પાંચ લાખ લોકોને મળેશે રોજી રોટી

તાજ નગરીમાં 21 સપ્ટેમ્બરથી ધાર્મિક સ્થળો, તાલીમ કેન્દ્રો, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પણ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ શરૂ થઈ જશે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ શૈક્ષણિક સંસ્થાઓમાં કામગીરી વધશે. જો ભક્તો મંદિરોમાં પ્રાર્થના કરી શકશે, તો નમાઝીઓ પણ મસ્જિદોમાં નમાઝ વાંચી શકશે.

ABOUT THE AUTHOR

...view details