ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે દેશભરમાં ઐતિહાસિક સ્મારક ખુલશે, તાજમહલ-આગ્રાનો કિલ્લો બંધ રાખવા આદેશ - તાજમહલ-આગરા કિલ્લો બંધ

અનલૉક-2.0ની ગાઈડલાઈન મુજબ આજથી દેશભરમાં સ્મારક અને ઔતિહાસિક સ્થળ ખોલવામાં આવશે, પરંતુ આગ્રામાં કોરોના વાઈરસના સંક્રમણને લઈ પ્રશાસને તાજમહેલ અને અન્ય સ્મારકો હાલમાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

etv bharat
etv bharat

By

Published : Jul 6, 2020, 9:41 AM IST

Updated : Jul 6, 2020, 10:03 AM IST

આગ્રા: દેશમાં કોરોના વાઈરસની મહામારી સતત વધી રહી છે. કોરોનાના ખતરાને જોઈ આગરા પ્રશાસને ઔતિહાસિક સ્થળોને ખોલવાના નિર્ણયને રદ્દ કર્યો છે. આ નિર્ણય બાદ આગરામાં 6 જુલાઈના તાજમહેલ અને અન્ય ઔતિહાસિક ઈમારતો ખુલશે નહીં, ઔતિહાસિક સ્મારક તાજમહલ, આગ્રા કિલ્લો, અકબરનો મકબરો અને સિકંદરા જેવા બધા જ આગ્રાના સંરક્ષિત સ્મારક કન્ટેનમેન્ટ ઝોનમાં આવી રહ્યાં છે.

આ પહેલા યૂપીના પ્રવાસન પ્રધાને ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, 6 જુલાઈથી તાજમહેલ અને અન્ય ઔતિહાસિક સ્મારકો ખોલવામાં આવશે, પરંતુ આગરામાં વધી રહેલા કોરોના કેસ લઈ પ્રશાસને ઔતિહાસિક સ્મારકોને ન ખોલવાનો નિર્ણય લીધો છે. તાજમહેલ છેલ્લા 110 દિવસથી બંધ છે.

સંસ્કૃતિ મંત્રાલ અનુસાર, ભારતીય પુરાત્તવ સર્વક્ષણ દ્વારા સંરક્ષિત સ્મારક 6 જુલાઈ સુધી જનતા માટે ફરી ખોલવામાં આવશે. જેમાં માત્ર ઈ-ટિકિટથી પ્રવેશ મળશે અને પર્યટકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે. આ સિવાય પર્યટકો માટે માસ્ક પહેરવો ફરજીયાત રહેશે.

આ પહેલા જૂનમાં સંસ્કૃતિ મંત્રાલયના એએસઆઈ 3,000થી વધુ સ્મારકોમાંથી 820 સ્મારકો ફરી ખોલવામાં આવ્યા હતાં. જ્યાં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવે છે. કોરોના વાઈરસને લઈ 17 માર્ચથી કેન્દ્ર સરકાર દ્રારા સંરક્ષિત 3,691 સ્મારક પુરાકતત્વ સ્થળ બંધ છે. જેની સારસંભાળ એએસઆઈ રાખે છે.

નિયમો અનુસાર પ્રવેશ દ્વાર પર હાથ ધોવા અને સૈનિટાઈઝર અને થર્મલ સ્કૈનિંગનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. દિલ્હીના કુતુબ મિનાર અને લાલ કિલ્લામાં પ્રતિ સ્લોટમાં અંદાજે 1500 લોકોને પ્રવેશની પરવાનગી આપવામાં આવશે.

Last Updated : Jul 6, 2020, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details