ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાજમહેલ સહિતના સ્મારકો ખોલવા આગ્રાના મેયર નવીન જૈને કરી માગ - મેયર નવીન જૈને ન્યૂઝ

આગ્રામાં લોકડાઉનના પગલે તાજમહેલ સહિત અનેક સ્મારકો બંધ કરાયું હતું. જેના કારણે આશરે ચાર લાખ લોકોની આજીવિકા સંકટ ઉભું થયું છે. લોકોને ગુજરાન ચલાવવમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એટલે મેયર નવીન જૈને ભારત સરકાર પાસે તાજમહેલ સહિતના તમામ સ્મારકો ખોલવાની માંગ કરી છે,

આગ્રા
આગ્રા

By

Published : Jun 2, 2020, 5:32 PM IST

આગ્રાઃ તાજમહેલ 75 દિવસથી બંધ છે. આગ્રાના મેયર નવીન જૈને પ્રથમ અઠવાડિયામાં જ કોરોના જોખમ જોતાં સ્મારકો બંધ કરવાની માંગ કરી હતી. હવે ફરી એકવાર મેયર નવીન જૈને ભારત સરકાર પાસે તાજમહેલ સહિતના તમામ સ્મારકો ખોલવાની માંગ કરી છે. તાજ અને સ્મારકો બંધ હોવાને કારણે હોટલ, રેસ્ટોરાં, એમ્પોરિયમ બંધ છે અને માર્ગદર્શિકાઓ, ફોટોગ્રાફરો પણ ઘરે બેઠા છે. જેના કારણે આગરામાં આશરે ચાર લાખ લોકોની આજીવિકા પર સંકટ છે.

આગ્રા
ઉલ્લેખનીય છે કે, અનલોક-1માં એરપોર્ટ અને રેલવે સ્ટેશનની સેવાઓ શરૂ કરાઈ છે.


કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટેસિંગને ધ્યાન રાખીને તાજમહેલ સહિત દેશભરમના તમામ સ્મારકો ખોલવા જોઈએ. કારણ કે, રાજસ્થાન સરકારે પહેલા જ સ્મારકોને ખોલી દીધા છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે તાજમહેલ સહિતના તમામ સ્મારકને લોકડાઉન પહેલા 17 માર્ચથી બંધ કરી દીધા હતા. અનલોક-1 અને લોકડાઉનમાં જાહેર કરેલી માર્ગદર્શિકામાં પણ કોઈ તેને લગતો ઉલ્લેખ કરાયો નથી.

ઑલ ઈન્ડિયા મેયર કાઉન્સિલના રાષ્ટ્રિય અધ્યક્ષ અને આગ્રા મેયર નવીન જૈને કહ્યું હતું કે, 12 માર્ચે મારા દ્વારા કોરોના સંક્રમણના જોખમને ધ્યાન રાખીને સ્મારક બંધ કરવાની માગ કરાઈ હતી. જેના પર સરાકરે 17 માર્ચે તાજમહેલ સહિત દેશન તમામ સ્મારક બંધ કરવાનો આદેશ કર્યો હતો.

જો કે, હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટેંસિંગને ધ્યાનમાં સ્મારકોને ફરીથી ખોલવાની પરવાની આપવી જોઈએ. કારણ કે, સરકારે નિયમોને આધિન રેલવે અને ટ્રેન સેવા શરૂ કરી દીધી છે. જેથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને રોજગારી પર ધ્યાન આપતા સરકારે સ્મારકો ખોલી દેવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details