મુંબઇ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફિલ્મ નિર્માતા, લેખક તાહિરા કશ્યપ ખુરાનાએ પ્રકૃતિ સાથે જોડાઇ રહેવા માટે પાંચ સૂચનો આપ્યા છે. તાહિરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે દરેકને પોતાની ટીપ્સ સમજાવી રહી હતી
તાહિરા કશ્યપ ખુરાનાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વીડિયો કર્યા શેર 'શેરીઓમાં કચરો ના ફેંકવા, કચરો ન ફેલાવવા' થી લઈને 'છોડનો નાશ કરવાને બદલે ઘરે થોડો બગીચો કરવો' તાહિરાએ દરેકને આવા સૂચનોનું પાલન કરવા વિનંતી કરી, જેથી પ્રકૃતિની સુંદરતા અકબંધ રહે. આ સાથે, તાહિરાએ દરરોજના આહારમાં લીલા ગ્રીન્સ અને શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ પણ આપી હતી.
વીડિયોમાં તાહિરા કહી રહ્યી છે કે, "હાલની પરિસ્થિતિ અને આપણે હાલમાં જે જોઈ રહ્યા છીએ તે ભૂતકાળમાં જે કંઇક કર્યું છે. તેનું જ પરીણામ છે. આપણો વિચાર એવો છે કે, પર્યાવરણને આપણે અલાગ છીએ પરંતુ મને લાગે છે કે આપણો વાતાવરણ અને આપણે એક જ છીએ.
સારા ભવિષ્ય માટે, ગ્લોબલ વોર્મિંગ, પૂર, વાઇરસ અને ચક્રવાતને ટાળવા માટે, આપણે આપણા વર્તમાનમાં યોગ્ય વસ્તુઓ કરવાની જરૂર છે. આથી જ મેં આ ઝડપી ટીપ્સ શેર કરવાનું વિચાર્યું, જે ખૂબ જ સરળ છે. આ એવું કંઈક છે જે આપણામાંના દરેક કરી શકે છે.