ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત અને ચીન શુશુલ સરહદમાં શનિવારની મુલાકાત: વ્યુહાત્મક વાટાઘાટાની મહત્વની અસર - ભારત ચીન વચ્ચેનો તણાવ

શનિવારે, સંભવિત વિસ્ફોટક સરહદની સ્થિતિને શાંત પાડવા વિશ્વની બે સૌથી મોટી સેનાના લેફ્ટનન્ટ-જનરલ રેન્કસ અધિકારીઓ પૂર્વી લદ્દાખ તરફના ચુશુલ-મોલ્ડોની ચીની બાજુએ બેઠક કરશે. સરહદ પર અચાનક ઉદભવેલ વિસ્ફોટક પરિસ્થિતિને લઇ આ સ્તરની બેઠક ‘અભૂતપૂર્વ’ છે.

ો
ભારત અને ચીન શુશુલ સરહદમાં શનિવારની મુલાકાત: વ્યુહાત્મક વાટાઘાટા ની મહત્વ ની અસરોની

By

Published : Jun 6, 2020, 4:08 PM IST

આ વાટાઘાટો જ્યારે ‘વ્યૂહાત્મક’ લાગી રહ્યો છે પરંતુ તેની અસરો નું પણ ‘વ્યૂહાત્મક’ મહત્વ છે.

બંને પક્ષે દાવો કર્યો છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તણાવ ઘટાડવા માટેની ઉત્સુકતા દર્શાવે છે - વાટાઘાટો આશાવાદી નોંધ પર શરૂ થશે.

હાલ ત્રણ મુખ્ય મુદ્દાઓ છે - 5--6 મેના રોજ પેંગોંગ તળાવની ઉત્તરી કાંઠે સૈનિકો પર અપ્રમાણસર હિંસાનો ઉપયોગ, સરહદ હિંસા પછી સૈનિક બળ પર અને ફ્લેશ પોઇંટ પર તોપો પર કાપ મુકવો અને 5 મે પહેલા અસ્તિત્વમાં હતી તે સ્થિતિ પુનર્સ્થાપિત કરવી.

હવે વ્યાપક અસરો…

ભારતના ઉત્તર સરહદમાં રસ્તોનું માળખાકીય સુવિધા નિર્માણના પ્રયત્નો છે , જે 2022 પૂર્ણ કરવાના છે . તેથી ભારત ચીન સાથે સમકક્ષતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે, જેણે વર્ષો પહેલા તેના માળખાગત સુવિધાઓ માં વધારો કરી દિધો છે., માળખાગત સુવિધાઓ માં વધારો કરવાથી ઉચાઇવાળા સ્થળો પર સરળતા જઇ શકાશે જેનું પર્વત યુદ્ધમાં મહત્ત્વ ઓછું આંકી ન શકાય . ભારત જેટલું ધીમું ચાલશે, એટલુ ચીન માટે વધુ સારું છે.

બે પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચેની અશુદ્ધ સરહદ આ મુદ્દાની જટીલતામાં વધારો કરે છે. 1998 થી, ચીને તેના છ પડોશીઓ સાથે 11 જમીન આધારિત પ્રાદેશિક વિવાદોનું સમાધાન કર્યું છે. ચીને ભારત સાથેના સીમા મુદ્દાના નિરાકરણ માટે સક્રિય ન થવાનું પસંદ કેમ કર્યું તે મૂંઝવણભર્યું છે. જે એ માન્યતા ને વધુ બળ આપે છે કે ચીન આ બાકી રાખેલા મુદ્દાને ‘ગણતરીના આક્રમણ’ માટે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે

5 ઓગસ્ટ, 2019 થી, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્ટન અને ચીનના કબજામાં અક્સાઇ ચીનની ને પોતાના પ્રદેશો તરીકેના ખુલ્લેઆમ દાવા કરવાની બદલાયેલ ભારતની નીતિ ના કારણે ચીન રોષે ભરાયું છે. કેમ કે તેણે મહત્વાકાંક્ષી સીપીઇસી પ્રોજેક્ટમાં લગભગ 67 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જે ગિલગીટ-બાલ્ટિસ્તાનથી પસાર થાય છે.

તદુપરાંત, ચિની શાશ્વત ઉદ્દેશ રહ્યો છે કે સીપીઇસી ચીનને અરબી સમુદ્ર અને ત્યારબાદ ખાડી દેશોમાં સુધી જમીની માર્ગ થી પ્રવેશ કરવા સરળ બનાવવવો. ચીન તેના ઉર્જા સ્ત્રોતો માટે ખાડી દેશો પર ભારે નિર્ભર છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન પર દાવો કરીને ભારત તેના આ સ્વપ્નાની ની આડે ઉભુ છે.

યુ.એસ.-ચીનની દુશમનાવટ ચાલી રહી છે ત્યારે , ભારત ચીન સામે ઉભા રહી શકે છે તેવા મજબૂત સંકેતો વચ્ચે વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવવા , ચીન પહેલેથી જ પોતાનું વર્ચસ્વ લાદવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જી 7 ને વિસ્તૃત કરવાની અને ભારતને નવા જૂથમાં સમાવવા માટેની યોજનાએ ચીનને અસ્વસ્થ બનાવ્યું છે.

શુક્રવારે ચીન ની સરકારની માલિકીની દૈનિક ‘ગ્લોબલ ટાઇમ્સ’ માં એક સંપાદકીયમાં ચીની દૃષ્ટિકોણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: “જી 7 વિસ્તરણનો વિચાર ચીન પર નિયંત્રણ રાખવાના સ્પષ્ટ પ્રયાસ સાથે ભૌગોલિક ગણતરી કરે છે. યુ.એસ, ભારતને સમાવવા માટે એટલા માટે જ આતુર છે કેમ તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને યુ.એસ.ભારતને, 'ભારત-પ્રશાંત વ્યૂહરચના માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ માને છે.'

"હાલના દિવસોમાં ચીન અને ભારત વચ્ચે સરહદ તણાવ ચાલી રહ્યો છે ત્યારે, ભારત પણ યુ.એસ.ના 'જી 7 ના વિસ્તરણના વિચારને સમર્થન આપીને ચીનને સંકત આપી રહ્યુ છે,' તેવું લેખમાં જણાવ્યું હતું. આ લેખ સરકારના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કારણે પ્રકાશન માટે મૂકવામાં આવે તે પહેલાં તેને તપાસવામાં આવે છે.

સંભવિત લશ્કરી અસર પણ હોઇ શકે છે . જ્યારે સંપૂર્ણ ભારતીય-ચીન સરહદ પી.એલ.એ ની નવી સ્થાપિત પશ્ચિમિ થિયેટર કમાન્ડ હેઠળ આવે છે ત્યારે હાલના જેવો સરહદ વિવાદ, પશ્ચિમી થિયેટરની યુદ્ધ સજ્જતાની ચકાસણી કરવા માટે ભારતીય સૈન્યની પ્રતિક્રિયાની તીવ્રતાનો અભ્યાસ કરશે.

સંજીબ કુમાર બરુઆહ, નવી દિલ્હી

ABOUT THE AUTHOR

...view details