ધર્મશાળા: રાજ્યભરમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. રોગચાળાને રોકવા માટે રાજ્યભરમાં કર્ફ્યૂ લગાવાયો છે. હિમાચલમાં શનિવારે 224 લોકોની તપાસ કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં 147 નેગેટિવ આવ્યા છે.
હિમાચલ પ્રદેશ: નિઝામુદ્દીન મરકઝથી પરત આવેલો યુવાન ફરી કોરોના પોઝિટિવ આવ્યો - Nizamuddin Markaj
નિઝામુદ્દીન મરકઝથી પરત ફર્યા બાદ, તે ઉના જિલ્લાના આંબ વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં રોકાયો હતો. તે મૂળ મંડી જિલ્લાનો રહેવાસી છે. ડેપ્યુટી કમિશ્નર કાંગડા રાકેશ પ્રજાપતિએ તેમની પુષ્ટિ કરી હતી.
![હિમાચલ પ્રદેશ: નિઝામુદ્દીન મરકઝથી પરત આવેલો યુવાન ફરી કોરોના પોઝિટિવ આવ્યો હિમાચલ પ્રદેશ: નિઝામુદ્દીન મારકઝથી પાછો આવેલ યુવાનને ફરી કોરોના પોઝિટિવ આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6862786-thumbnail-3x2-wer.jpg)
નિઝામુદ્દીન મરકઝથી પરત આવેલા યુવાનનો ટાંડામાં સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ પછી, તેને કાંગડામાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતો. નિઝામુદ્દીન મરકઝથી પરત ફર્યા બાદ, તે ઉના જિલ્લાના અમ્બ વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં રોકાયો હતો.
હિમાચલમાં હવે કોરોના પોઝિટિવની સંખ્યા 40 થઈ છે. કોઈ પણ કેસ કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજી વાર પોઝિટિવ આવવુ તેવું પ્રદેશમાં પ્રથમ વાર થયુ હતું. તે રિપોર્ટ પછી ફરીથી તે દર્દીને ટાંડા મેડિકલ કોલેજ લઇ જવામાં આવ્યો હતો.