ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશીઓ વિરુદ્ધ FIR છે બાકી, તેથી નથી મોકલવામાં આવ્યાં તેમના દેશ : તબલીગી જમાત - તબલીગી જમાત કોર્ટનો આદેશ

તબલીગી જમાતનો દાવો છે 70 સભ્યો સામે દિલ્હીના સદર બજાર, સીલમપુર, જહાંગીરપુરી, વજીરાબાદ અને દયાલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. આ વિદેશી નાગરિકો જિબૂતી, કેન્યા, તાંઝાનિયા, બ્રાઝિલ, સુદાન અને અફઘાનિસ્તાનના છે.

જમાત
જમાત

By

Published : Jul 28, 2020, 12:32 PM IST

નવી દિલ્હી: દિલ્હી કોર્ટે દંડ ભર્યા બાદ તબલીગી જમાતના સભ્યોને તેમના દેશ મોકલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે, જમાતના ઓછામાં ઓછા 70 સભ્યો તેમના દેશમાં જઇ શક્યા નથી, કારણ કે તેમની સામે 7 વધુ FIR બાકી છે.

પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સાત FIR અંગે પોલીસ તબલીગી જમાતનાં સભ્યો વિરુદ્ધ કોર્ટમાં ગઈ છે. કોર્ટ તેમના કેસની સુનાવણી મંગળવારે કરશે.તેમણે જણાવ્યું હતું કે આ વિદેશી નાગરિકો જિબૂતી, કેન્યા, તાંઝાનિયા, બ્રાઝિલ, સુદાન અને અફઘાનિસ્તાનના છે.

પ્રતિનિધિઓનો દાવો છે કે તેમની સામે સદર બજાર, સીલમપુર, જહાંગીરપુરી, વઝીરાબાદ, દયાલપુર સ્ટેશનોમાં એફઆઈઆર નોંધાઈ છે, પરંતુ આ FIRના સંબંધમાં તેમને કોઈ સમન મળ્યું નથી કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details