ગુજરાત

gujarat

By

Published : Sep 21, 2020, 1:40 PM IST

ETV Bharat / bharat

તબલીઘી જમાત મામલે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ

હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર પાસે અનેક સવાલના જવાબ માગવામાં આવી રહ્યાં છે. આજે કેન્દ્ર સરકારે તબલીઘી જમાત મામલે સંસંદમાં લેખિત સ્વરુપમાં જવાબ રજૂ કર્યો હતો.

XZ
XZ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારેે તબલીઘી જમાત મામલે રાજ્યસભામાં જવાબ આપ્યો છે. ગૃહ મંત્રાલયે લેખિત જવાબમાં કહ્યું કે માસ્ક વગર , સેનિટાઈઝર વગર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર બંધ પરિસરમાં ભીડ જમાં થઈ હતી, જેને કારણે અનેક લોકોમાં કોરોના વાઈરસનું સંક્રમણ થયું હતું. તેથી દિલ્હી પોલીસે જમાતના 233 લોકોની ધરપકડ કરી છે અને મૌલાના સાદ અંગે તપાસ શરૂ છે.

આપને જણાવી દઈએ કે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં નિઝામુદ્દિન મરકઝમાં હજારો તબલીઘી જમાતના લોકો ભેગા થયા હતાં, ત્યાર બાદ આ લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ત્યાંથી નિકળ્યા બાદ આ લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં છુપાઈ ગયા હતાં.

તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો કે દુનિયાભરથી હજારોની સંખ્યામાં નિઝામુદ્દિન મરકઝમાં આવેલા જમાતીઓએ ત્યાંથી નિકળ્યા બાદ દેશના વિસ્તારમાં જઈ કોરોના વાઈરસ ફેલાવ્યો. મૌલાના સાદ તબીલીઘી જમાતના નેતા છે.

ABOUT THE AUTHOR

...view details