નવી દિલ્હી: મૌલાના સાદના વકીલનું કહેવુ છે કે, અત્યાર સુધીમાં મકરજ અને મૌલાના સાદને કુલ 3 નોટિસ 91 સી.આર.પી.સી. હેઠળ નોટિસ આપવામાં આવી છે. અમે પહેલેથી જ 2 નોટિસનો જવાબ આપી દીધો હતો અને ગઈરાત્રે ત્રીજી નોટિસનો પણ જવાબ આપી દીધો છે. આ સાથે હોસ્પિટલનો રિપોર્ટ પણ આપ્યો છે, જેમાં તે નેગેટિવ આવ્યા છે.
મૌલાના સાદને નથી મળી પૂછપરછની નોટિસ, પોલીસના બોલાવાથી થશે હાજરઃ વકીલ
મૌલાના સાદના વકીલનું કહેવુ છે કે, અત્યાર સુધીમાં મૌલાના સાદને કુલ 3 નોટિસ 91 સી.આર.પી.સી. હેઠળ નોટિસ આપવામાં આવી છે. અમે પહેલેથી જ 2 નોટિસનો જવાબ આપી દીધો હતો અને ગઈરાત્રે ત્રીજી નોટિસનો પણ જવાબ આપી દીધો છે.
મૌલાના સાદને નથી મળી પૂછપરછ માટેની કોઇ નોટિસ, પોલીસના બોલાવાથી થશે હાજર - વકીલ
વકીલે કહ્યું કે, મૌલાના સાદને પૂછપરછ માટે બોલાવવા પોલીસે કોઈ નોટિસ મોકલી નથી. ઘણા લોકોથી પૂછપરછ કરવામાં આવી રહી છે. મૌલાના સાદને જ્યારે પણ પોલીસ બોલવશે ત્યારે તે તેમનું નિવેદન આપવા પહોંચી જશે.
જણાવવામાં આવે તો દિલ્હી ક્રાઈમ બ્રાંચે તબલીગી જમાતનાં પ્રમુખ મૌલાના સાદ કાંધલવીના ફાર્મહાઉસ પર દરોડા પાડી ચુકી છે. સાદ પર લોકડાઉનના હુકમોનું ઉલ્લંઘન કરીને અંહીયા ધાર્મિક સભાનું આયોજન કરવા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.