ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદ્યાર્થીઓ માટે T-Hub લઈને આવ્યું છે ‘Covid-19 ઇનોવેશન ચેલેન્જ’ - Covid-19 ઇનોવેશન ચેલેન્જ

હૈદરાબાદ સ્થિત ગ્લોબલ સ્ટાર્ટ-અપ કેટલીસ્ટ T-Hub વિદ્યાર્થીઓ માટે ‘Covid-19 ઇનોવેશન ચેલેન્જ’ લોંચ કરવા જઈ રહ્યું છે.

ETV BHARAT
વિદ્યાર્થીઓ માટે T-Hub લઈને આવ્યું છે ‘Covid-19 ઇનોવેશન ચેલેન્જ’

By

Published : Apr 1, 2020, 10:54 PM IST

Updated : Apr 2, 2020, 9:25 AM IST

ન્યૂઝ ડેસ્ક: આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટેના નક્કર ઉપાયો શોધવા માટેના સંશોધન માટે પ્રેરીત કરવાનો છે.

આ પ્રોગ્રામના ભાગરૂપે કેટલાક વિદ્યાર્થીઓના રચનાત્મક પ્રોજેક્ટ અને આઇડીયાને શોર્ટલીસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓની મદદે T-Hub, Q City, Emerging Technologies Wing અને CCMB ના એક્સપર્ટ્સ આવશે. તેઓ આ વિદ્યાર્થીઓ સાથે મળીને તેમના આ આઇડીયાને બીઝનેસ પ્રપોઝીશનમાં બદલવા માટે મદદ કરશે.

T-Hubના CEO રવિ નારાયણ કહે છે કે, “કોરોના જેવી મહામારીને પહોંચી વળવા અને તેને ફેલાતો રોકવા માટેના સોલ્યુશનને શોઘી કાઢે તેવા કેટલાક વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહીત કરવા માગીએ છીએ.”

T-Hub દ્વારા આ ચેલેન્જ તેલંગાણાની બધી જ કૉલેજના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે.

Covid-19 મહામારીના કેસને શોધવામાં, તેની સારવાર માટેના નવા આઇડીયા માટે અથવા આ કેસનું સરળતાથી મોનીટરીંગ થઈ શકે તેવી કોઈ એપ વિકસાવવા માટે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત Covid-19ની સમસ્યાને રોકી શકાય અથવા કોરોના વાઇરસને ફેલાતો રોકી શકાય તેને લઈને જો કોઈ રચનાત્મક વિચાર વિદ્યાર્થીઓ પાસે હોય તો તેમના વિચારોને T-Hub દ્વારા આવકારવામાં આવી રહ્યા છે.

આ પ્રોગ્રામ અંતર્ગત મુખ્યત્વે જેઓ ચેપગ્રસ્ત છે તેવા દર્દીઓને જલ્દીથી શોધવા પર, જે ઓછી કીંમતે અને સરળતાથી લાગુ કરી શકાય તેવી એપ પર તેમજ ચેપગ્રસ્ત દર્દીને ટ્રેક કરીને તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ શોધી શકાય તેવી ક્ષમતા ધરાવતી એપ કે આઇડીયા પર T-Hub દ્વારા વધુ ફોકસ કરવામાં આવશે. જેથી આ મહામારીને ફેલાતી રોકવામાં મદદ મળી શકે.

Last Updated : Apr 2, 2020, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details