સીરીયામાં કાર બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તુર્કીના સંરક્ષણ પ્રધાન હુલુસી અકરે આ જાણકારી આપી હતી. આ હુમલો તુર્કી હેલ્ડ ટાઉનમાં તાલ અબ્યાદની આસપાસના વિસ્તારમાં થયો હતો.
સીરિયામાં કાર બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોના મોતની આશંકા - Turkey Held Town
અંકારા: ઉત્તરપૂર્વી સીરિયામાં કાર બોમ્બ બલાસ્ટમાં 8 લોકોના મોતની આશંકા છે. ત્યાં અન્ય એક હુમલામાં 20 લોકોના ધાયલ થવાની વાત પણ સામે આવી રહી છે. આ ઘટના પાછળ કુર્દિશ લડવૈયાઓનો હાથ હોવાનું જણાઇ રહ્યુ છે.
etv bharat
અન્ય એક મામલામાં સંરક્ષણ મંત્રાલયે તાલ એબ્યાદના એક ગામમાં થયેલા હુમલામાં 20 લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી પણ આપી છે. આ મામલાની પાછળ સીરિયાઇ કુર્દિશ લડવૈયાઓનો હાથ જણાઇ રહ્યો છે. તુર્કીએ ગયા મહીને કુર્દિશ લડવૈયાઓને સરહદથી દૂર કરવા ઉત્તરપૂર્વી સીરિયા પર હુમલો કર્યો હતો.
તુર્કીની રાજધાની અંકારામાં વસનાર લોકોનું કહેવું છે કે, કુર્દિશ લડવૈયા આતંકી છે. એની સાબિતી એ છે કે, સતત કુર્દિશ લડવૈયાઓ તુર્કીમાં આતંકવાદી પ્રવૃતિઓ ચાલુ રાખે છે.