આ પગલાને લઇને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT)એ કહ્યું કે, બ્લેકમનીની સામે સરકારની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સ્વિસ બેન્કની ગોપનીયતાનો યુગ આખરે સપ્ટેમ્બરથી ખત્મ થઇ જશે. CBDTએ આયકર વિભાગ માટે નીતિ બનાવે છે. CBDTએ જાણાવ્યું કે, સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય નાગરિકોનાં 2018માં બંધ ખાતાની જાણકારી પણ મળશે.
સ્વિસ બેન્ક આજે કરશે મોટો ખુલાસો, ભારતને આપશે બ્લેક મની જમા કરાવનારની યાદી - swiss bank
ન્યૂઝ ડેસ્ક: છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે બ્લેકમની માટે નોટબંધી અને બેનામી પ્રોપર્ટીથી જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં. હવે સરકારના બીજા કાર્યકાળમાં બેલ્કમનીને લઈને જે સમાચાર આવ્યા છે તે રાહત આપનારા છે. સ્વિસ બેંકોમાં કોના ખાતા છે એ વાતથી આજે જાહેર કરશે. સ્વિટ્ઝરલેન્ડમાં બેન્ક ખાતા રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી આવતીકાલે ટેક્સ અધિકારીઓ પાસે ઉપલબ્ધ થઇ જશે.
CBDTનું કહેવું છે કે, સૂચના આદાન પ્રદાનની આ વ્યવસ્થા શરૂ થયાનાં પહેલા ભારત આવેલા સ્વિટ્ઝરલેન્ડનાં એક પ્રતિનિધિમંડળે મહેસૂલ સચિવ એબી પાંડેય, બોર્ડનાં ચેરમેન પી.સી મોદી અને બોર્ડનાં સભ્ય અખિલેશ રંજનની સાથે બેઠક કરી. 29-30 ઓગસ્ટની વચ્ચે આવેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિટ્ઝરલેન્ડનાં આંતરરાષ્ટ્રિય નાણાં મુદ્દાનાં રાજ્ય સચિવાલયનાં કર વિભાગમાં ઉપ પ્રમુખ નિકોલસ મારિયોએ કરી.
નોંધનીય છે કે, આ વર્ષે લોકસભામાં જૂન મહિનામાં નાણાં પર સ્ટેન્ડિંગ કમિટીની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટના પ્રમાણે 1980 થી 2010 વચ્ચે 30 વર્ષ દરમિયાન ભારતીયો માટે લગભગ 246.48 અરબ ડોલર એટલે 17,23,300 કરોડો રૂપિયાથી લઈને 490 અરબ ડોલર અથવા 34,30,000 કરોડ રૂપિયાની વચ્ચે બેલ્કમની દેશની બહાર મોકલી.