ચંડીગઢ: આજે દિવાળીના દિવસે હરિયાણાની નવી સરકાર શપથ લેશે. ભાજપ ફરી એકવાર હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં સરકાર બનાવશે. બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા મનોહર લાલ હરિયાણાના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ત્યારે જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન રહેશે.
નવી સરકારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને 6 વખતના ધારાસભ્ય અનિલ વિજ, બાવલના ધારાસભ્ય બનાવારી લાલ, ફરીદાબાદની બરખલ બેઠકના ધારાસભ્ય સીમા ત્રિખા અને જેજેપીના રામ કુમાર ગૌતમ અને ઇશ્વરસિંહ નવી સરકારમાં મંત્રી પદની જવાબદારી મળી શકે છે. ભાજપના નેતૃત્વ વાળી સરકારને સમર્થન આપતા 7 અપક્ષોમાંથી, દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવી લાલના પુત્ર રણજીત સિંહ ચૌટાલા પ્રધાન પદની રેસમાં આગળ છે.
છેલ્લી સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલા અનિલ વિજ હરિયાણાના ભાજપના સૌથી વરિષ્ઠ નેતા છે અને છઠ્ઠી વખત અંબાલા કેન્ટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. છેલ્લી મનોહરલાલની સરકારમાં અનિલ વિજ આરોગ્ય, રમતગમત અને યુવા બાબતોના પ્રધાન હતા. અનિલ વિજ ઉપરાંત આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવનારા પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંહનું નામ પણ મંત્રી પદની રેસમાં આગળ માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે સંદીપ સિંહ સિવાય બીજેપીએ બે વધુ ખેલાડીઓ પહેલવાન યોગેશ્વર દત્ત અને બબીતા ફોગાટને પણ મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ બંને કુસ્તીબાજો રાજકીય હુલ્લડમાં ફસાઈ ગયા હતા. ભાજપના અન્ય ધારાસભ્યો મહિપાલ ઢાંડા, ઘનશ્યામ શર્રાફ, કમલ ગુપ્તા, સુભાષ સુધા અને દીપક મંગલાને પ્રધાન તરીકે નિયુક્તિ અંગે અટકળો કરી રહ્યા છે.