ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા: બીજી વાર CM પદના શપથ લીધા ખટ્ટરે, ડેપ્યુટી CM બન્યા દુષ્યંત ચૌટાલા

ચંડીગઢ: હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરે આજે બીજી વાર રાજ્યમાં મુખ્ય પ્રધાન તરીકેના શપદ લીધા છે. તેઓ સતત બીજી વાર રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે. તેઓ પ્રથમ બિન જાટ મુખ્ય પ્રધાન છે. આજે મનોહર લાલ ખટ્ટરે હરિયાણામાં પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. તેમની સાથે સાથે જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા છે.

swearing in of new government

By

Published : Oct 27, 2019, 2:49 PM IST

Updated : Oct 27, 2019, 3:05 PM IST

દુષ્યંતના પિતા અજય ચૌટાલા પણ મંચ પર રહ્યા હાજર

આપને જણાવી દઈએ કે, શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા અને 10 વર્ષની સજા કાપી રહેલા દુષ્યંતના પિતા અજય ચૌટાલા આજે સવારે જ તિહાડ જેલમાં છૂટ્યા છે, તેઓ પણ આ શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

સુખબીર સિંહ બાદલ અને જેપી નડ્ડા પણ રહ્યા હાજર
અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ અને પ્રકાશ બાદલ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. ઉપરાંત આ શપથગ્રહણમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રના એક પણ પ્રધાન શપથવિધિમાં જોડાયા નહીં

ચૂંટણી પ્રચાર પૂર્વે ભાજપના મનોહરલાલ ખટ્ટરના સમર્થનમાં કેન્દ્રમાંથી અનેક પ્રધાનો પ્રચારમાં જોડાયા હતા. જો કે, હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે અને નવી સરકારનું ગઠન પણ થઈ ગયું છે, ત્યારે આજના આ શપથગ્રહણમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે, આ શપથવિધિમાં કેન્દ્રના એક પણ પ્રધાન જોડાયા નહોતા. જો કે, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા.

Last Updated : Oct 27, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details