ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર એક જાગૃત નાગરિક છે. તે પોતાની કરિયર સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી જાણે છે. અભિનેત્રીએ તાજેતરમાં JNU હિંસા અને CAAનો વિરોધ કર્યો હતો. ગુરૂવારે તેણે ગુજરાતમાં થયેલા સામુહિક દુષ્કર્મ બાદ હત્યાની ઘટના અંગેનું એક ટ્વીટ રિ-ટ્વીટ કર્યું હતું.
અરવલ્લી દુષ્કર્મ-હત્યા: અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગુજરાતની નિર્ભયા માટે ન્યાય માગ્યો - swara retweet and demand for Justice
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે બે ટ્વીટને રી-ટ્વીટ કરી ગુજરાતની નિર્ભયા માટે ન્યાયની માંગણી કરી હતી. અભિનેત્રીએ Tribal Army અને Riya Ranga નામના યુઝરના ટ્વીટને રિ-ટ્વીટ કર્યા હતા. સ્વારેએ રિયા રંગાનું ટ્વીટ #JusticeForKajal કેપ્શન સાથે રિટ્વીટ કર્યું હતું. જ્યારે ટ્રાઈબલ આર્મીના ટ્વીટ પણ રિ-ટ્વીટ કર્યું હતું.
રિયા રંગા(@Riya_Rishuu) નામના યુઝરે ટ્વીટ પર લખ્યું હતું કે, 'ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેટલાક લોકોએ દલિત સમાજની એક છોકરીનું અપહરણ કરી, તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરી તેના મૃતદેહને ગામના ચોકના વૃક્ષ પર લટકાવી દેવામાં આવી હતી. ઘૃણાસ્પદ વાત તો એ છે કે, દુષ્કર્મીઓના ઘુટણીયે પડી ગયેલી પોલીસ આ ઘટનાની ફરિયાદ પણ લખતા નથી.' આ ટ્વીટને સ્વરાએ #JusticeForKajal સાથે રિ-ટ્વીટ કર્યું હતું.
ટ્રાઈબલ આર્મી(@TribalArmy) નામના યુઝરે 9 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું કે, મિસ્ટર @narendramodi ગુજરાત અંદર એક દલિત યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ દુષ્કર્મીઓએ સામુહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યાને આત્મહત્યાનું રૂપ આપવા તેને વૃક્ષ પર ગળે દોરડું બાંધી લટકાવી દેવામાં આવી હતી. આ તો કેવું ગુજરાત મોડેલ છે. ટ્રાઈબલ આર્મી આ સામુહિક દુષ્કર્મની ઘટનામાં ન્યાયની માગ કરી રહી છે. #JusticeForKajal