બેંગ્લુરૂઃ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક રાજદ્વારીને બેગ સાથે 14.82 કરોડ રુપિયા મુલ્યના 30 કિલોગ્રામ સોનુ જપ્ત કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. સંદિગ્ધ તસ્કરીના આ મામલે તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. તપાસની પ્રક્રિયા દરમિયાન આ મામલે મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરને રવિવારે કોચ્ચિની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે.
આ પહેલા શનિવારે એનઆઇએના આધિકારીક સૂત્રોએ સોના તસ્કરી મામલે જણાવ્યું કે, બંને મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરની બેંગ્લુરૂથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તિરુવનંતપુરમથી સ્વપ્ના, સરિથ અને સંદીપ નાયર અને એર્ણાકુલમના ફાજિલ ફરીદનું નામ ચોરી મામલે આરોપીઓના રુપમાં છે. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેરળમાં એક રાજદ્વારી બેગમાં 14.82 કરોડ રુપિયાની કિંમતના 30 કિલોગ્રામ સોનાની ચોરીમાં કથિત સમાવેશને લઇને એક મહત્વની મહિલા સંદિગ્ધ સહિત ચાર લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.