આજે એટલે કે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિ છે. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. આ પ્રસંગે દેશભરમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન થશે. જ્યાં લોકો તેમને યાદ કરશે અને શ્રદ્ઘાંજલિ પાઠવશે. સ્વામી વિવેકાનંદ ભારતના મહાન ધર્મગુરૂઓ પૈકીના એક છે.
સ્વામી વિવેકાનંદના જીવન, સંદેશ અને પ્રવચનોથી ફક્ત ભારત નહીં પરંતુ, સમગ્ર વિશ્વ પ્રભાવિત છે. તે વિદ્વાનતા અને પ્રેરણાના મોટા પ્રણેતા તરીકે જાણીતા છે. કહેવાય છે કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતુ. તે પોતાના ધાર્મિક જ્ઞાનથી કોઈના પણ દિલમાં સ્થાન મેળવવા માટે અને પોતાના તર્ક સાથેના વિચારોથી લોકોનો વિચારશક્તિ બદલવાની ક્ષમતા રાખતા હતા.
12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ
સ્વામી વિવેકાનંદની જયંતિએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહસના શિષ્ય હતા. વિવેકાનંદના ઉપદેશોમાં કટલેયા એવા પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્રો દર્શાવેલા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂએ ટ્વીટ કરી તેમને શ્રદ્ઘાંજલિ પાઠવી છે.
સ્વામી વિવેકાનંદનો જીવન પરિચય
સ્વામી વિવેકાનંદનું સાચુ નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. 12 જાન્યુઆરી 1863માં કોલકાત્તાના એક સંપન્ન પરિવારમાં જન્મ થયો હતો. વિવેકાનંદના પિતા વિશ્વનાથ દત્ત વકીલ હતા. તેમના માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતુ. પિતાના આકસ્મિક મોત બાદ વિવેકાનંદનો પરિવાર વિખેરાઈ ગયો હતો. એવી સ્થિતિ સર્જાઈ કે તેમને નોકરી માટે ભટકવુ પડ્યુ. પરિસ્થિતિના કારણે તે નાસ્તિક બનતા ગયા અને ભગવાનની બદલે મહેનત અને માનવતામાં માનવા લાગ્યા. 4 જુલાઈ, 1902ના રોજ તેમનું મૃત્યુ થયુ.
વિવેકાનંદના વિચારો
- ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
- સૌથી મોટુ પાપ તે પોતાને નબળુ સમજવુ
- તમને કોઈ ભણાવી નથી શકતુ, કોઈ આધ્યાત્મિક નથી બનાવી શકતુ, તમારે બધુ જ પોતે શીખવાનું છે કારણ કે આત્માથી સારૂ કોઈ શિક્ષક નથી
- વિશ્વ એક વિશાળ વ્યાયામ શાળા છે, જ્યાં આપણે પોતાને મજબૂત બનાવવા આવીએ છે
- કોઈ દિવસે, જો તમારી સામે કોઈ સમસ્યા ન આવે તો તમે ખોટા માર્ગે છો તે નક્કી છે