ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યૌન શોષણના આરોપમાં ફસાયેલા સ્વામી ચિન્મયાનંદની તબિયત ખરાબ, હોસ્પિટલમાં ભરતી કરાયા - Shahjahanpur sexual harassment case

લખનઉ: યૌન શોષણના આરોપમાં ફસાયેલા યુપીના પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન સ્વામી ચિન્મયાનંદને બુધવારે સાંજે ઉત્તરપ્રદેશના જહાંપુર મેડિકલ કૉલેજમાં ભરતી કરાયા છે. જાણવા મળ્યું છે કે, તેમને છાતીમાં દુ:ખાવો અને શુગરની બિમારીથી હાલત ખરાબ થઈ ગઈ હતી. જેથી તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

live updates in swami chinmayanand case

By

Published : Sep 19, 2019, 12:56 PM IST

ડોક્ટર્સની દેખરેખ હેઠળ સ્વામીની સારવાર ચાલી રહી છે. હાલમાં ચિન્મયાનંદની તબિયતમાં સુધાર આવ્યો છે. બે દિવસથી બિમાર રહેતા સ્વામીની તબિયત બુધવારના રોજ અચાનક ખરાબ થતાં હોસ્પિટલમાં ભરતી કરાયા છે. ડોક્ટર્સનું કહેવું છે કે, તેમની તબિયતમાં સુધારો થવામાં હજી પણ થોડો સમય લાગી શકે છે.

સ્વામી ચિન્મયાનંદની તબિયત ખરાબ

આપને જણાવી દઈએ કે, લૉ કૉલેજની એક વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ યુપી સરકાર દ્વારા નિમણૂંક કરાયેલી એસઆઈટી આ કેસમાં તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details