ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકાર ધાર્મિક કામમાં પૈસાનો ખર્ચ ન કરી શકે: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી - રામ મંદિર

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના વિકાસ માટે 200 કરોડનું બજેટ ફાળવતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યાં હતાં. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ ગેરબંધારણીય પગલું છે.

swami
સરકાર

By

Published : Feb 19, 2020, 3:23 PM IST

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરના વિકાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે બજેટ રજૂ કર્યું હતું. જેમાં 200 કરોડ રુપિયા વિશ્વનાથ મંદિર માટે આપવામાં આવ્યાં છે. વારાણસીના સંતોમાં એકવાર ફરી બજેટને લઇને રોષનો માહોલ છે. સંત સવિધાને સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા કહ્યું કે, સરકાર ધાર્મિક કામમાં પૈસાનો ખર્ચ ન કરી શકે.

સરકાર ધાર્મિક કામમાં પૈસા ખર્ચના કરી શકે: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી

જગદગુરુ શંકરાચાર્ચા સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી અવિણુમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મંદિર માટે 200 કરોડ ફાળવવામાં આવતા સવાલો કર્યાં છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, જે મંદિરમાં દર્શનની ટિકિટ હોય, જે મંદિરના પ્રસાદ માટે કાઉન્ટર લગવવામાં આવતું હોય, જે મંદિરમાં ઘણી બધી સમસ્યાઓ છે. 200 કરોડ સરકારી બજેટ આપવાનો મતલબ શું છે?

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સવાલ કર્યો કે, સરકાર ક્યા કારણથી આમાં પૈસા લગાવી રહી છે? તેમણે કહ્યું કે, મંદિરોમાં સરકાર પૈસા જે લગાવે છે. તે ખરાબ છે. તેમણે કહ્યું કે, બંધારણની કલમ 27 અનુસાર સરકાર ધાર્મિક કામમાં પૈસાનો ઉપયોગ ન કરી શકે, જો સરકાર ધાર્મિક કામમાં પૈસા લગાવે છે તો તે ગેરબંધારણીય છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, રામ મંદિરમાં સરકારનો એક પણ રુપિયા આવે તો, અમે તેનો સ્વીકાર નહી કરીએ. ભગવાનની સેવા ઉત્તમ કાર્ય છે. જેમાં આ રીતે કોઇ પૈસાના લગાવી શકે. પૈસા લગાવવા ધર્મની વિરુદ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details