બેંગલુરૂ: નાગરિકતા સુધારા કાયદા (CAA) અને NRCનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. આસામમાં શરુ થયેલા આ વિરોધ પ્રદર્શનનો હવે દેશમાં થઇ રહ્યા છે, જેમાં 20થી વધારે લોકોના મોત થયા છે.
CAA અને NRC રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર અને NPRનો વિરોધ થઇ રહ્યો છે. આ મુદ્દે etv ભારતે સ્વામી અગ્નિવેશ સાથે વાતચીત કરી હતી.
સ્વામી અગ્નિવેશએ કહ્યું કે, CAA, NRC, NPR વિરૂદ્ધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. જે સરકાર માટે મોટો પડકાર છે. આ પડકાર દેશના વિદ્યાર્થીએ સ્વીકાર્યો છે. જામિયા મિલિયા ઇસ્યામિયામાં શાંતિપૂર્ણ પ્રદર્શન શરુ હતું અને પોલીસે લાઠીચાર્જ કર્યો તેમ છંતા વિદ્યાર્થીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.