નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્રના ત્રીજા દિવસે વિપક્ષે નિયમ 267 પ્રમાણે નોટિસ આપી છે. વિપક્ષની માગ છે કે, દિલ્હી હિંસા મુદ્દે ચર્ચા કરવામાં આવે. આજે TMCના રાજ્યસભાના સભ્ય ડેરેક-ઓ-બ્રાયને દિલ્હી હિંસા પર નિયમ-267 પ્રમાણે કાર્યસ્થગન નોટિસ રાજ્યસભાને આપી છે. આ અગાઉ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા સહિત સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ અને જાવેદ અલી ખાને પણ આ પ્રસ્તાવ રાજ્યસભાનને આપી ચૂક્યાં છે.
બજેટ સત્ર: દિલ્હી હિંસા મુદ્દે ચર્ચા માટે વિપક્ષ અડગ, કાર્યસ્થગન નોટિસ આપી
વિપક્ષે બુધવારે રાજ્યસભાના નિયમ-267 પ્રમાણે નોટિસ આપી છે. વિપક્ષની માગ છે કે, દિલ્હી હિંસા મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં આવે. આજે TMCના રાજ્યસભાના સભ્ય ડેરેક-ઓ-બ્રાયને દિલ્હી હિંસા મુદ્દે નિયમ-267 પ્રમાણે કાર્યસ્થગન નોટિસ રાજ્યસભાને આપી છે.
મંગળવારે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઇ અને મણિકા ટેગોરે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ પર નોટિસ આપી હતી. ગુલામ નબી આઝાદ અને આંનદ શર્મા સહિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માકર્સવાદીના સાંસદ કે.કે રાગેશ અને BSPના સાંસદ સતીશ ચંદ મિશ્રાએ દિલ્હી હિંસા મુદ્દે રાજ્યસભામાં નોટિસ આપી હતી.
સોમવારે બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવેસે દિલ્હી હિંસા મુદ્દે હોબાળો થયો હતો. વિપક્ષે ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું હતું. નોંધનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીના કેટલાક ભાગોમાં થયેલી હિંસામાં 48 લોકોના મોત થયા છે. આ મામલે દિલ્હી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ 41 મામલાઓ સહિત 254 FIR દાખલ કરી છે. આ સિવાય પોલીસે 903 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે.