નવી દિલ્હી: આતંકવાદીઓને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના સસ્પેન્ડે DSP દવિન્દર સિંહને જામીન મળી ગયા છે. દિલ્હી પોલીસ સમય રહેતાં સસ્પેન્ડેડ DSP સામે ચાર્જશીટ ફાઈલ કરી શકી ન હતી. જેના કારણે DSP દવિન્દરસિંહને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.
દિલ્હી પોલીસ ચાર્જશીટ દાખલ નહીં કરી શકતાં જમ્મુ-કાશ્મીરના સસ્પેન્ડેડ DSP દવિન્દર સિંહને જામીન મળ્યા - DSPને જામીન મળી ગયા
આતંકવાદીઓને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા જમ્મુ-કાશ્મીર પોલીસના સસ્પેન્ડે DSP દવિન્દર સિંહને જામીન મળી ગયા છે. દિલ્હી પોલીસ સમય રહેતાં સસ્પેન્ડેડ DSP સામે ચાર્જશીટ ફાઈલ કરી શકી ન હતી. જેના કારણે DSP દવિન્દરસિંહને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.
આ પહેલાં દિલ્હીની એક અદાલતે ગત મહીને દવિન્દર સિંહની કસ્ટડી 16 જૂન સુધી વધારી હતી. શ્રીનગર-જમ્મુ રોડ પર એક વાહનમાં હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને લઇ જતી વખતે દવિન્દર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
દવિંદર સિંઘ સામે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાનો જે કેસ ચાલી રહ્યો છે તેની તપાસ NIA કરી રહી છે. તેને દિલ્હી પોલીસના કેસમાં જામીન મળી ગયા છે, જોકે જમ્મુ-કાશ્મીરમાં થયેલા કેસમાં તેને હાલ જેલમાં જ રહેવું પડશે. મળતી માહિતી મુજબ NIAએ દવિંદર સિંઘ સામે નિશ્ચિત સમયગાળામાં ચાર્જશીટ દાખલ કરવાની પૂરી તૈયારી કરી લીધી છે.