મધ્ય પ્રદેશઃ ઉજ્જૈનમાં પત્નીના ચરિત્ર પર શંકા કરતા પતિએ પત્નીને બ્રિજ પરથી નીચે ફેંકી દીધી હતી. આ ઘટના 29 જુલાઈની છે અને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોવા મળે છે કે, પતિ પત્નીને ઉંચકીને બ્રિજ પરથી નીચે ફેંકે છે.
મધ્ય પ્રદેશઃ પત્નીના ચરિત્ર ઉપર શંકાને કારણે પતિએ બ્રિજ પરથી ફેંકી - ઉજ્જૈનના સમાચાર
ઉજ્જૈનમાં પત્નીના ચરિત્ર પર શંકા કરતા પતિએ પત્નીને બ્રિજ પરથી નીચે ફેંકી દીધી હતી. આ ઘટના 29 જુલાઈની છે અને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોવા મળે છે કે, પતિ પત્નીને ઉંચકીને બ્રિજ પરથી નીચે ફેંકે છે.
ઉજ્જૈન હરી ફાટક ઓવરબ્રિજની નીચે ગઈકાલે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાને જોઈને ખબર પડી હતી તે ગરીબ હતી. પોલીસ તપાસમાં જાણ થઈ તે મહિલાનું નામ કાજલ હતું અને તે સચિન નામના યુવક સાથે રહેતી હતી.
સૌપ્રથમ તપાસમાં એવું લાગ્યું કે મહિલાનું મૃત્યુ બ્રિજ પરથી પડવાને લીધે થયું છે. પરંતુ, વધુ તપાસ હાથ ધરતા અને સીસીટીવીને ચકાસતાં ખબર પડી હતી કે, મહિલાને બ્રિજ પરથી નીચે ફેંકવામાં આવી છે. પોલીસે યુવકની ધકપકડ કરી છે. યુવાને કબૂલ કર્યું છે કે તેને પત્નીના ચરિત્ર ઉપર શંકા હતી એટલે પત્નીની હત્યા કરી છે.