ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં સારવારના અભાવે કોવિડ-19ના દર્દીનું થયું મોત

દિલ્હીમાં કોવિડ-19ના કેસનો આંકડો 25000ને પાર પહોંચ્યો છે. હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હૉસ્પિટલોમાં ઈલાજના સાધાનોની અછત વર્તાઈ રહી છે.

દિલ્હી
દિલ્હી

By

Published : Jun 5, 2020, 4:41 PM IST

દિલ્હીઃ રાજ્યમાં કોવિડ-19ના કેસનો આંકડો 25000ને પાર પહોંચ્યો છે. હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હૉસ્પિટલોમાં સારવારની અછત વર્તાઈ રહી છે.

તાજેતરમાં જ ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં કોવિડ-19 દર્દીનું સુવિધાના અભાવના કારણે મોત થયું હતું. મૃતકના પરિવારે હૉસ્પિટલમાં આરોપ લગાવતા કહ્યું હતું કે, 5થી 6 કલાક સુધી દર્દી હૉસ્પિટલના ગેટ પર પીડાઈ રહ્યો હતો. છતાં રિપોર્ટ નહી ત્યાં સુધી તેને દાખલ કરવામાં આવ્યો નહોતો.

દર્દીની મોત બાદ ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલે દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી.

મૃતક સૂર્ય અગ્રવાલના દીકરાએ જણાવ્યું હતું કે, રવિવારે પિતાનો કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ તેમની તબિયત ખૂબ ખરાબ થઈ હતી. સાજેઃ 7 કલાકે ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલ લઈને પહોંચ્યા હતા. પરંતુ રાતના 12 વાગ્યા સુધી તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા નહોતા. હૉસ્પિટલના લોકો કહેતા હતા કે, જ્યાં સુધી તેમનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેમને દાખલ કરવામાં આવશે નહીં.

આમ, એક તરફ જ્યારે કેજરીવાલ સરાકર કોવિડ-19 વ્યવસ્થાના વિશે વાતો કરી રહ્યા છે, ત્યારે સામાન્ય લોકોના સારવારના અભાવે મોત થઈ રહ્યાં છે. જેથી સ્થાનિકો કેજરીવાલ સરકાર સવાલ ઉઠાવી રહ્યાં છે.


હેલ્પલાઈન નંબર પર ના મળી મદદ
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, તમામ હેલ્પલાઈન્સ પર ફોન કર્યા પણ કોઈ મદદ મળી નહોતી. ત્યારબાદ તેઓ વિવેક વિહારના શહીદ ભગતસિંહ સેવાદળની એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચ્યાં હતા. પરંતુ કલાકો બાદ સારવાર મળતા વૃદ્ધ રવિ અગ્રવાલનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details