શ્રીનગરઃ દક્ષિણી કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાં આતંકીઓએ શુક્રવારે સુરક્ષાબળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયો હતો. આ આતંકી હુમલામાં એક બાળકનું પણ મોત થયું છે. આતંકી સુરક્ષાબળોને નિશાન બનાવીને સતત ફાયરિંગ કર્યું હતું.
J&K: બિજબેહરામાં CRPF ટૂકડી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક બાળકનું મોત - જમ્મુ-કાશ્મીર
દક્ષિણ કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાં આતંકીઓએ શુક્રવારે સુરક્ષાબળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયો હતો.
![J&K: બિજબેહરામાં CRPF ટૂકડી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક બાળકનું મોત Jammu Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7777431-thumbnail-3x2-jammu.jpg)
Jammu Kashmir
આ હુમલા બાદ સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને સીલ કર્યો છે. આતંકીઓને પકડવાના પ્રયાસો શરુ છે. સુરક્ષાબળના જવાન પણ આતંકીઓને નિશાન બનાવીને સતત ફાયરિંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ ઘટના વિશે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.