લોકસભા 2019ના પરિણામ હવે સામે આવી રહ્યા છે. જોકે આખરી પરિણામ આવવાનુ બાકી છે. પરતું મતગણતરી પ્રમાણે ભાજપ ભારે બહુમતી સાથે સત્તામાં આવવા જઇ રહી છે. દોઢ મહિના સુધી ચાલેલી ચૂંટણી બાદ આજે 8 વાગ્યે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તો ચૂંટણી પરિણામની શરૂઆતમાં જ વલણ ભાજપ સરકાર તરફ જોવા મળ્યો હતો. એટલું જ નહીં ભાજપે પોતાનો જ 2014નો રેકોર્ટ તોડ્યો છે. આ જોઇ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.
NDA સરકાર બનતી જોઈ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે PM મોદીને શુભેચ્છા પાઠવી - Election Result
ન્યૂઝ ડેસ્ક: આ લોકસભાની ચૂંટણીમાં EVM પર નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે એક વખત ફરી દેશમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે. ત્યારે વિદેશ પ્રધાન સુષ્માસ્વરાજે PM મોદીની પ્રશંસા કરતુ એક ટ્વિટ શેર કર્યું હતું.

ફાઇલ ફોટો
વિદેશ પ્રધાન સુષ્માસ્વરાજે ટ્વિટ કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને આટલી માટો જીત અપાવવા માટે વડાપ્રધાન આપને ખૂબ ખૂબ અભિનંદનય હું દેશવાસીયો પ્રત્યે હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરૂ છું.
Last Updated : May 23, 2019, 1:33 PM IST