હરીશ સાલ્વેએ ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમણે સુષ્મા સ્વરાજ સાથે તેમના મૃત્યુના લગભગ એક કલાક પહેલા વાત કરી હતી. તે ખૂબ ભાવનાત્મક વાતચીત હતી. તેઓએ કહ્યું, આવો અને મને મળો. તમે જે કેસ જીત્યા તેના માટે મારે એક રૂપિયો આપવાનો છે. મેં કહ્યું કે મારે તે કિંમતી ફી લેવા આવવું પડશે. તેણે કહ્યું કાલે 6 વાગ્યે આવો.
સુષ્મા સ્વરાજે નિધનના 1 કલાક પહેલા વકીલ હરીશ સાલ્વેને શું કહ્યું જાણો... - kulbhusan jadav case
નવી દિલ્લીઃ પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનુ મંગળવારે રાત્રીના નિધન થયુ હતું. હાર્ટએકેટ આવતા સુષ્મા સ્વરાજને દિલ્લીની AIIMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેનું નિધન ગણતરીની કલાકોમાં થયુ હતુ. તેમના મૃત્યુના એક કલાક પહેલા જ તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં ભારતીય વકીલ હરીશ સાલ્વેને 1 રૂપિયાની ફી લેવા બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાલ્વેએ જાધવ કેસની સુનાવણી દરમિયાન 1 રૂપિયાની ફી પર હેગની ઇન્ટરનેશનલ કોર્ટ(icj)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

હકીકતમાં પાકિસ્તાને જાધવની જાસૂસીના આરોપમાં માર્ચ 2016માં ધરપકડ કરી હતી. અને ત્યાર બાદથી તેઓ ભારતીય અધિકારીઓને તેમની મુલાકાત થવા દેતા ન હતા. આ પછી, સૈન્ય અદાલત દ્વારા જાધવને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ ભારતે આ મામલો ICJમાં ઉઠાવ્યો હતો. આ પછી, ICJ પાકિસ્તાનને જાધવની ફાંસીની સજાને યથાવત રાખવા અને રાજદ્વારી પ્રવેશ આપવા સૂચના આપી હતી.
જો કે ભારતે પાકિસ્તાનને ICJના આદેશ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને જાધવને કોન્સ્યુલર પ્રવેશ આપવા જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું,કે, 'જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના નિર્ણયને હું આવકારું છું. ભારત માટે આ એક મોટી જીત છે. આ સાથે તેમણે આ મામલાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં લઈ જવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કેસને અસરકારક રીતે લડવા બદલ વકીલ હરીશ સાલ્વેનો આભાર માન્યો હતો.