નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર રાજ્યના વિભાજનના ઘણા મહિના બાદ કેન્દ્ર સરકારે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું સીમાંકન શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે.
સુશીલ ચંદ્રને જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચ માટે નામાંકિત કર્યા
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ નવનિર્મિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના સીમાંકન આયોગ માટે સુશીલ ચંદ્રને નામાંકિત કર્યા છે.
સુશીલ ચંદ્રને જમ્મુ-કાશ્મીર સીમાંકન આયોગ માટે નામાંકિત કર્યા
ઉલ્લેખનીય છે કે, 31 ઑક્ટોમ્બર 2019ના રોજ જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને 2 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પુનઃગઠન એક્ટ 2019 મુજબ પ્રદેશમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય. તે ચંદીગઢની જેમ કામગીરી કરશે.
સુશીલ કુમાર ચંદ્રા ઉપરાંત, આયોગમાં ચેરપર્સન અને રાજ્ય ચૂંટણી કમિશ્નરના સભ્યના રૂપે સુપ્રીમ કોર્ટના એક કાર્યરત અથવા નિવૃત્ત જજ પણ હશે.