લખનૌ: અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધનને એક મહિના કરતા પણ વધુ સમય પસાર થઇ ગયો છે. આ વચ્ચે બહુજન સમાજવાદી પક્ષના અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.
સુશાંત સિંહ રાજપુત મામલે કોંગ્રેસ પર માયાવતીએ કર્યા પ્રહાર - બહુજન સમાજવાદી પક્ષ
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધનને એક મહિનાથી પણ વધુનો સમય વિતિ ગયો છે. અભિનેતાએ 14 જૂનના રોજ પોતાના ઘરે સ્યુસાઇડ કર્યુ હતું. સુશાંત કેસની કાર્યવાહી દરમિયાન BSP બહુજન સમાજવાદી પક્ષના પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પક્ષ પર આકારો પ્રહાર કર્યા છે.
સુશાંત સિંહ રાજપુત મામલે કોંગ્રેસ પર માયાવતીએ કર્યા આકરા પ્રહાર
આ વચ્ચે માયાવતીએ ટ્વિટ કરી લખ્યુ છે કે બોલીવુડ અભિનેતાના નિધન થયા બાદ દરરોજ નવા નવા તથ્યો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે અભિનેતાના પિતાએ પોલીસમાં દાખલ કરેલી FIRના પગલે કેસ ઉંડાઇ લઇ રહ્યો છે.
તેઓએ આગળ લખ્યુ કે, ' સુશાંત રાજપુતના પ્રકરણમાં મહારાષ્ટ્ર અને બિહારના કોંગી નેતાઓના અલગ-અલગ નિવેદન સામે આવી રહ્યાં છે. તે આ મુદ્દાને લઇને પોતાનું રાજકારણ રમી રહ્યાં છે. જેનાથી પીડિત પરીવારને ક્યારેય ન્યાય નહી મળી. મહારાષ્ટ્ર સરકાર ગંભીર બને.