ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુશાંત સિંહ રાજપૂત કેસઃ સુશાંતના ઘરે પહોંચી CBI ની ટીમ, શૌવિક- સેમ્યુઅલનો થશે કોરોના ટેસ્ટ - રિયા ચક્રવર્તી

શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, જેદ અને કૈજન ઇબ્રાહિમની મેડિકલ તપાસ માટે સિયોન હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. શૌવિક ચક્રવર્તી અને સુશાંતના પૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાંડાએ મુંબઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

cx
xcx

By

Published : Sep 5, 2020, 12:31 PM IST

મુંબઇઃ રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી અને સુશાંતના પૂર્વ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને એનસીબીએ ડ્રગ્સ કનેક્શન મામલે ધરપકડ કરવામાં આવી છે. બંનેને આજે (શનિવારે) મુંબઇની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ઉપ નિર્દેશક કેપીએસ મલ્હોત્રાએ જાણકારી આપી હતી કે, અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, જેદ અને કેઝન ઇબ્રાહિમને કોરોના વાઇરસ ટેસ્ટ માટે સાયન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. સીબીઆઇની ટીમ સુશાંત સિંહ રાજપૂતના ઘરે પહોંચી છે. તેમની સાથે સુશાંતની બહેન અને એમ્સના ડૉકટર પણ હાજર છે.

સુશાંતના પિતાના વકીલનું નિવેદન

આ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહે નિવેદન આપ્યું હતું કે, એનસીબીની ધરપકડથી સ્પષ્ટ થાય છે કે, મુંબઇ પોલીસ શું-શું છુપાવી રહી હતી, તેનાથી ડ્રગ એંગલ સામે આવ્યું છે. આ ઉપરાંત ઘણા બધા એંગલ હતા જે (મુંબઇ પોલીસ) છુપાવવા ઇચ્છી રહી છે, તે શું-શું છુપાવવા ઇચ્છે છે તે આ તપાસમાંથી બહાર આવશે.

વધુમાં જણાવીએ તો જેદ વિલાત્રા અને અબ્દુલ બાસિત પરિહારે મુંબઇ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

દીપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી નથી

મહત્વનું છે કે, રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી અને સુશાંત હાઉસના મેનેજર સેમુઅલ મિરાંડાને શુક્રવારે રાત્રે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ધરપકડ કરી છે. અત્યાર સુધી બ્યુરો ઓફ નારકોટિક્સ કન્ટ્રોલ અનુસાર, સુશાંત સિંહના ઘર પર કામ કરતા દીપેશ સાવંતને કેસમાં એનસીબીના સાક્ષી બનાવવામાં આવ્યો છે. જે માટે તેમણે ધરપકડ કરવામાં આવી છે. દીપેશ સાવંતનું નિવેદન NCB દાખલ કરી રહી છે.

વધુમાં જણાવીએ તો શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, જેદ અને કેઝન ઇબ્રાહિમને મેડિકલ તપાસ માટે સિયોન હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details