ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુશાંત કેસની તપાસનો આજે 9મો દિવસ, રિયાની ફરીથી CBI પૂછપરછ કરશે

સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમ મુંબઇનાં સાંતાક્રુઝનાં ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચી હતી. શુક્રવારે લગભગ આઠ કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કર્યા બાદ સીબીઆઈની ટીમ આજે પણ રિયાની પૂછપરછ કરશે. વિગતવાર વાંચો...

sushan-sing-rajput-update
સુશાંત કેસની તપાસનો આજે 9મો દિવસ

By

Published : Aug 29, 2020, 10:51 AM IST

  • ડ્રગ એન્ગલ આવી ગયા પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ આજે રિયાને પૂછપરછ માટે નોટિસ મોકલી શકે છે
  • શુુક્રવારે EDએ ગોવામાં ડ્રગ્સ ચેટમાં સામેલ હોટેલ બિઝનેસમેન ગૌરવ આર્યના રિસોર્ટ પર જઈને 31 ઓગસ્ટે ED ઓફિસ આવવાની નોટિસ આપી છે.
  • ગૌરવને શોધવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ગોવામાં ઘણી જગ્યાએ રેડ પાડી.
  • ટૂંક સમયમાં રિયાનું બ્લડ સેમ્પલ લેવામાં આવશે.
  • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા ઉપરાંત તેનો ભાઈ શોવિક અને તેના મિત્રો વિરુદ્ધ પણ કેસ ફાઈલ કર્યો છે.

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમ મુંબઇનાં સાંતાક્રુઝ સ્થિત ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચી હતી. શુક્રવારે લગભગ આઠ કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કર્યા બાદ સીબીઆઈની ટીમ આજે પણ રિયાને વિવિધ સવાલ કરશે. તમને જણાવી દઈએ કે, સીબીઆઈએ રિયા અને તેના સેમ્યુઅલ મિરાંડા સાથેના સાથીની પૂછપરછ કરી હતી. રિયા સિવાય સીબીઆઈએ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ ખાતે તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પણ પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ સીઆઈએ રિયા અને સેમ્યુઅલ ઉપરાંત આજે પણ શૌવિક, સિદ્ધાર્થ અને સુશાંતના સ્ટાફને રૂબરૂ પૂછપરછ કરવામાં આવશે.

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં આજે CBI તપાસનો 9મો દિવસ છે, ત્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની આજે ફરી પૂછપરછ થઈ શકે છે. મહત્વનું છે કે, ગત રોજ 28 ઓગસ્ટે પહેલીવાર રિયા CBI સમક્ષ હાજર થઈ હતી. રિયા સવારે DRDO ગેસ્ટહાઉસ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, CBIના બે ઓફિસરે સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રિયાની પૂછપરછ કરી હતી. રિયા ઉપરાંત તેનો ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પણ પૂછપરછ થઈ હતી.

સુશાંતસિંહ કેસમાં CBIએ શુક્રવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં રિયાને CBIએ આશરે 15 જેટલા પ્રશ્ન પૂછ્યા હતાં. છેલ્લા આઠ દિવસથી સતત ચાલી રહેલી CBI તપાસમાં રિયાને ગત રોજ પ્રથમ વખત પૂછપરછ માટે બોલાવી હતી. આ પૂછપરછ આશરે આઠ કલાક ચાલી હતી.

CBIએ ગત રોજ પહેલીવાર આઠ કલાક રિયાની પૂછપરછ કરી હતી. જેમાં રિયાએ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને જઈને સુરક્ષા માગી હતી અને પોલીસ પ્રોટેક્શન મળ્યાં બાદ ઘરે પહોંચી હતી. ગુરુવારે CBIએ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણી, કુક નીરજ સિંહ અને કેશવ સાથે 14 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પહેલા કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ફરીદાબાદમાં સુશાંતના પિતા કે.કે. સિંહ તથા બહેન રાની સિંહ સાથે મુલાકાત કરી હતી. આઠવલેએ કહ્યું હતું કે, સુશાંતનો કેસ સુસાઈડ નહીં પણ મર્ડરનો છે. સુશાંતનો પરિવાર ન્યાય માગી રહ્યો છે.

CBIએ રિયાની પૂછપરછ માટે સવાલોનું એક લાંબુ લિસ્ટ બનાવ્યું હતું. જેથી 15 મહત્વના સવાલો રિયાને પુછવામાં આવ્યાં હતાં. આ સિવાય શોવિક અને સિદ્ધાર્થને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. બીજી બાજુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ડે. ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ માહિતી આપી કે, સુશાંત કેસમાં તપાસની શરૂઆત થઈ ચૂકી છે. અમે ડ્રગ્સના એન્ગલથી તપાસ કરી રહ્યાં છીએ. ટૂંક સમયમાં જ NCB રિયાને પણ સમન્સ પાઠવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details