રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન અને નાણાપ્રધાન પોતાની જાતે જ ઉદભવ કરેલા આર્થિક સંકટને કેવી રીતે દૂર કરી શકાય તે અંગે અજાણ છે.
RBI પાસેથી નાણા લેવાથી કામ નહીં ચાલે: રાહુલ ગાંધી - Surplus fund transfer
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) એ મોદી સરકારને તેની તિજોરીમાંથી 1.76 લાખ કરોડ આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે વિપક્ષ નારાજ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન અને નાણાંપ્રધાને ઉભા કરેલા આર્થિક સંકટને તેઓ સમાપ્ત કરી શકતા નથી.
hj
તેમણે દાવો કર્યો છે કે, 'આરબીઆઈ પાસેથી નાણા લેવાથી કામ નહીં ચાલે. તે કોઇ દવાખાનામાંથી બેન્ડ-એઇડની ચોરી કરીને બુલેટના ઘા પર લગાડવા જેવું છે.'
ત્યારે સોમવારે RBI બોર્ડે ભારત સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવા માટેની જાહેરાત કરી હતી.
Last Updated : Aug 27, 2019, 2:22 PM IST