ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેતી ખનન મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો - New delhi news

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ જાહેરહિતની એક અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ અરજીમાં ગેરકાયદેસર રેતીના ખનન પર રોક લગાવવા માટે માહિતી આપવાની માગ કરવામાં આવી છે.

Supreme courte

By

Published : Jul 25, 2019, 11:22 AM IST

ન્યાયમૂર્તિ એસ.એ.બોબેડેની અધ્યક્ષતામાં પર્યાવરણ, વન અને વાતાવરણ પરિવહન મંત્રાલય, ખાણ મંત્રાલય, કેન્દ્રિય તપાસ બ્યુરો (સીબીઆઇ) અને તમિલનાડૂ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશન જેવા રાજ્યો માટે આ જાહેરહિતની અરજી પર સરકારને જવાબ આપવા જણાવ્યું છે. આ અરજીને વકીલ અને સામાજિક કાર્યકર એમ.એલગાસામીએ દાખલ કરી છે.

અરજીની તરફેણમાં રજૂઆત કરનારા વકીલો પ્રશાંત ભૂષણ, પ્રણવ સચ્ચદેવ અને અભિષેક પ્રસાદે પીઠને જણાવ્યું કે, ઘણા કાયદા અને નિયમો છે. જે રાજય સરકારને ગેરકાયદેસર ખનન પ્રવૃતિઓ અને પરિવહન રોકવા માટે હથિયાર રુપ સાબિત થાય છે.

અરજી કરનારે કહ્યું છે કે, સરકારોએ કોર્ટ દ્વારા પસાર કરેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ખનન પ્રવૃતિ અને પર્યાવરણ મંજૂરી માત્ર તે જ સંસ્થાઓને આપી શકાય જેમની પાસે સ્થાયી ખનન માટે બનાવેલા નિયમો અનુસાર સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂરી લીધી હોય. અરજદારએ પણ કહ્યું કે, અનૈતિક ખાણકામથી જમીનનું નુકસાન થયું છે.

અરજદારે વઘુમાં કહ્યું હતું કે ,રાજ્યો દ્વારા નિર્દેશના અમલીકરણના અભાવને લીધે દેશભરમાં કેટલાક રેતી ખનનના કૌભાંડો થયા છે. માટે તેઓ માંગ કરી રહ્યા છે કે, આ બાબતે CBI દ્વારા તપાસ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details