NDAને બહુમતી મળશે તેવા દાવાઓ કરવામાં આવતા વિપક્ષે ફરી EVM પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂના નેતૃત્વમાં 20 વિપક્ષી દળના નેતા આજે બપોરે ચૂંટણી પંચને મળશે. તેઓ 100 ટકા VVPATની સ્લીપને EVM સાથે મેળવવાની માગ કરશે.
કોન્સ્ટીટ્યુશન ક્લબમાં ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં વિપક્ષી નેતાઓની બેઠક શરૂ - Chandra babu naydu
નવી દિલ્હી: વિપક્ષી દળે ચૂંટણીપંચમાં EVM બાબતે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મૂજબ આજે બપોરે 1 વાગે દિલ્હીમાં વિપક્ષી દળ આ બાબતે એક મિટીંગ પણ યોજવાની હતી. વિપક્ષ દ્વારા કરવામાં આવતી આ કવાયતે સુપ્રિમ કોર્ટે રદ્દ કરી દીધી છે. તેને લઇને વિપક્ષી દળોની મિટીંગ શરુ થઇ ગઇ છે.
Dismiss
ટેક્નોક્રેટ્સની અરજી ફગાવીઃ આ વચ્ચે સુપ્રીમ કોર્ટે 100 ટકા EVM અને VVPATને મેળવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. ટેકનોક્રેટ્સના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટનાં અરજી દાખલ કરી માગ કરી હતી કે વેરિફિકેશન માટે બધાજ EVM અને VVPATને મેળવવાની સુવિધા આપવી જોઇએ. સુપ્રિમ કાર્ટે આ અરજીને સુનાવણી યોગ્ય નહી ગણાવતા ફગાવી દીધી છે.
Last Updated : May 21, 2019, 2:21 PM IST