કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશને સવાલ કર્યો કે, મારી સાથે મુલાકાત કરવા માટે ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ? સુપ્રીમ કોર્ટનું પણ આજ માનવું છે. મારી સાથે મુલાકાત કરવા માટે કોણે રોક્યા? તેઓ મને મળ્યાની જગ્યાએ મુંબઈ જઈને બેસી ગયા અને સુપ્રીમ કોર્ટ પહોંચી છે. આ સાથે મારા પર રાજીનામું ના સ્વીકારવાનો આરોપ લગાવી દીધો.
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરતા કર્ણાટક વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, મારા પાસે આજની કાર્યવાહીના વીડિયો છે. જેને હું સુપ્રીમ કોર્ટમાં આપીશ. તેમણે કહ્યું કે, બાગી ધારાસભ્યોને મારી સાથે વાત ના કરી અને રાજ્યપાલને મળવા માટે પહોચીં ગયા. આની પર તેઓ શું કરી શકે? જે બાદ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા. નિર્ણય માટે એટલા માટે લેટ કર્યું કરાણ કે હું આ ધરતીને પ્રેમ કરુ છું. હું ઉતાવળમાં કામ લેવા નહતો માગતો.
જ્યાં આજે તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ તમામ બળવાખોર નેતાઓને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પિકર સામે હાજર થઈ રાજીનામા આપવા જણાવ્યું હતું, તથા આ અંગે સ્પિકરને પણ જણાવ્યું હતું કે, આજે જ નિર્ણય આપે. આ અંગેની વધુ સુનાવણી આવતીકાલે શુક્રવારના રોજ થશે.