ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM બનતા જ યેદિયુરપ્પાને ઝટકો, 9 વર્ષ જુના ભ્રષ્ટાચાર કેસની આજે સુપ્રીમમાં સુનાવણી - 9 વર્ષ જુનો ભ્રષ્ટાચારનો કેસ

નવી દિલ્હી: કર્ણાટકના BJP અધ્યક્ષ યેદીયુરપ્પાએ રાજ્યના મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા છે, પરંતુ તેમની સામે એક મુશ્કેલી આવી પડી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમનો જુનો ભ્રષ્ટાચાર કેસ ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ કેસમાં યેદિયુરપ્પા અને કોંગ્રેસના નેતા D.K. શિવકુમાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

yeddyurappa

By

Published : Jul 27, 2019, 9:21 AM IST

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે, તેઓ NGO સમુદાયને લોક્સ સ્ટૈડી (કોર્ટમાં જવાનો અધિકાર) પર નિર્ણય આપશે. NGO દ્વારા અમુક વર્ષો પહેલા બંધ થયેલા આ કેસને ખોલવાની માંગ કરવામાં આવી છે. NGO આ મામલે હસ્તક્ષેપ કરી રહી છે અને ઈચ્છે છે કે થોડા વર્ષ પહેલા બંધ થઈ ચૂકેલા કેસ ફરીથી ખોલવામાં આવે.

NGOનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે, યેદિયુરપ્પાએ સાંજે મુખ્યપ્રધાન પદના શપથ લીધા. જો કે, તેમની સામે બહુમત સાબિત કરવાની અગ્નિ પરીક્ષા હજુ બાકી છે.

યેદિયુરપ્પા તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, એનજીઓ બિનજરૂરી રીતે ભ્રષ્ટાચારના મામલાને ખોલવાનો પ્રયત્ન કરી રહી છે. આ મામલાને કર્ણાટક હાઈ કોર્ટે ડિસેમ્બર 2015માં રદ કર્યો હતો. આ કેસમાં કર્ણાટક ઓફ લૈંડ એક્ટના 4.20 એકર જમીનની અધિસૂચનાને રદ્દ કરવા બાબતે છે.

આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 5.11 એકર જમીનને બી.કે. શ્રીનિવાસન દ્વારા 1962માં ખરીદવામાં આવી હતી.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, 4.20 એકર જમીનને કૃષિના હેતુથી ખરીદીને તેને ઓદ્યોગિક એકમ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ કરાર D.K. શિવકુમારે જે સમયે શહેરી વિકાસપ્રધાન તરીકેનો કાર્યભાર સાચવ્યો તે સમયે કરવામાં આવ્યો હતો.

આ જમીનને શ્રીનિવાસને 18 ડિસેમ્બર 2003ના દિવસે 1.62 કરોડ રુપિયામાં ભ્રષ્ટાચાર રોકથામ અધિમિયમનો ઉલ્લંધન કરી ખરીદી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details