ગુજરાત

gujarat

By

Published : Nov 14, 2019, 3:53 AM IST

Updated : Nov 14, 2019, 12:52 PM IST

ETV Bharat / bharat

રાફેલ વિવાદ: કેન્દ્ર સરકારને સુપ્રીમમાંથી રાહત, ફેર વિચારણા અરજી ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજીને ફગાવી દીધી છે. ભારત સરકાર ફ્રાન્સ સાથે મળી મહત્વાકાંક્ષી રક્ષા ડીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલી આ ડીલમાં કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો છે. પૂર્વ ભાજપ નેતા અને વાજપેયી શાસનમાં કેન્દ્રીય પ્રધાન રહેલા યશંવત સિંહા, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, અરુણ શૌરીએ પણ આ ડીલ પર પ્રશ્નાર્થ ઉભા કરી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.ત્યારે આજે સુપ્રીમ કોર્ટ રાફેલ મામલે પુનવિચાર અરજી ફગાવી અને કહ્યું કે આ મામલે તપાસની કોઇ જરૂર નથી.

રાફેલ

રાફેલ ડીલમાં અનેક મહત્વના પડાવ આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી સહિત ઘણા લોકોએ કેન્દ્ર સરકાર પર કરોડો રુપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

શું છે આખો મામલો

આ કેસમાં ભ્રષ્ટાચાર SBI તપાસ અથવા FIR કરવાની માગ

આ કેસમાં સુનાવણી થયા બાદ ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે સરકારને ક્લિનચીટ આપી હતી

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ

  • પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશંવત સિંહા અને વકીલ પ્રશાંત ભૂષણે પૂર્નવિચાર અરજી દાખલ કરી હતી

પૂર્નવિચાર અરજીનો મુખ્ય આધાર

  • સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં અનેક ક્ષતિઓ
  • ચુકાદો ખોટા દાવાઓ ઉપર આધારિત હતો
  • ચુકાદો સ્વાભાવિક ન્યાયના સિદ્વાંતની વિરુદ્વ છે
  • એક અખબારમાં છપાયેલા અહેવાલમાં ઘણા તથ્યો બહાર આવ્યા હતા.

શું હતો કેન્દ્ર સરકારનો જવાબ

  • નિર્ણય લેવાની પ્રક્રિયા, મૂલ્ય નિર્ધારણ અને ભારતીય ઑફસેટ સહયોગની પસંદગી માટે કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. આવું સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યુ છે.
  • નવા આધાર-પૂરાવાઓ સત્તાવાર રીતે નથી પ્રાપ્ત થયા
  • રક્ષા ડીલમાં ઘણા મુદ્દાઓ પર ગુપ્તતા જાળવવી જરૂરી છે.
  • રક્ષા ડીલમાં વડાપ્રધાન કાર્યલાયની ભુમિકા અને નિગરાણીને હસ્તક્ષેપ ન કહેવાય
Last Updated : Nov 14, 2019, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details