નવી દિલ્હી: મધ્ય પ્રેદશમાં બહુમત પરીક્ષણ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ફ્લોર ટેસ્ટ કરવાની માગ કરવામાં આવી છે. ફલોર ટેસ્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં બપોર પછી સુનાવણી કરવામાં આવશે.
મધ્ય પ્રદેશ: SCમાં ફ્લોર ટેસ્ટ મુદ્દે બપોર પછી સુનાવણી - કમલનાથ સરકાર
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે શિવરાજ સિંહ ચૌહાણે દાખલ કરેલી અરજી પર બપોર પછી સુનાવણી થશે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાને મધ્ય પ્રદેશમાં ફલોર ટેસ્ટની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યપ્રધાન કમલનાથને 16 માર્ચ સુધી વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો.
etv bharat
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ મુદ્દે સુનાવણી ટળી હતી. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.