નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સોમવારે સેનામાંથી બરતરફ કરાયેલા BSFના જવાન તેજ બહાદુર યાદવ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરશે.
સેનામાંથી બરખાસ્ત જવાન તેજ બહાદુરની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - તેજ બહાદુર યાદવ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ સોમવારે સેનામાંથી બરતરફ કરાયેલા BSFના જવાન તેજ બહાદુર યાદવ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે, તેજ બહાદુર યાદવે વારાણસીમાં યોજાયેલી 2019ની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી હતી. આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત થઈ હતી. તેજ બહાદુરની અરજીને આ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે નકારી કાઢી હતી. જે બાદ તેને હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, તેજ બાહાદુર ચૂંટણીમાં ઉમેદવાર ન હતા. જેથી તેઓ જીતેલા ઉમેદવારને પડકારી શકે નહીં.
તેજ બહાદુર સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા. પરંતુ તેમનું ઉમેદવારી પત્ર રિટર્નિંગ અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવ્યું હતું. આ અસ્વીકારને પાયાવિહોણા ગણાવીને યાદવે અદાલતમાં PM મોદીની ચૂંટણીને રદ કરવાની માગ કરી છે.