નવી દિલ્હીઃ 12 બેન્કએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરાયેલી વિજય માલ્યાની સંપત્તિ બેન્કોને આપવામાં આવે. માલ્યાએ આ માગ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. હવે હોળી બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાની અરજી પર સુનાવણી ટળી - વિજય માલ્યાની જપ્ત કરેલી
સુપ્રીમ કોર્ટમાં કારોબારી વિજય માલ્યાની અરજી પર સુનાવણી ટળી છે. હવે આ મામલે હોળી બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. માલ્યાની અરજી ED દ્વારા જપ્ત કરવામાં આવેલ સંપતિના વિરુદ્ધ છે.
વિજય માલ્યાની અરજી પર સુનાવણી
મની લોન્ડરિંગ એક્ટ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને અન્ય અનેક બેન્કને વિજય માલ્યાની જપ્ત કરેલી સંપત્તિ વહેચીને દેવું વસૂલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઇડીએ કહ્યું હતું કે, આવી વસૂલીથી અમને કોઈ વાંધો નથી.
માલ્યાએ લંડન હાઈકોર્ટમાં કહ્યું હતું કે, હું બેન્કોને હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ તેમની મૂળ રકમને તાત્કાલિક પાછી ખેંચી લે. હું ગેરંટી સાથે કહું છું કે, હું તમામ નાણાં ચૂકવી દઈશ. હું મૂળ રકમમાં કોઈ છૂટછાટ નથી ચાહતો.
Last Updated : Feb 18, 2020, 1:13 PM IST