ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુ્પ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારને આડે હાથ લીઘી, કહ્યું- અટલું સસ્તું નથી જીવન - દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે પરાલી સળગાવવા પર પ્રતિબંધ રાખવા છતાં પંજાબમાં તેને સળગવાવામાં આવી રહી છે. જેની સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે જળ પ્રદૂષણના મુદ્દાની પણ નોંધ લેવાની વાત કરી હતી.

સુ્પ્રીમ કોર્ટ

By

Published : Nov 25, 2019, 5:08 PM IST

પ્રદૂષણના મુદ્દા પર સુનાવણી દરમિયાન જસ્ટિસ અરૂણ મિશ્રાએ દિલ્હી સરકારને કહ્યું કે, દિલ્હીની સ્થિતિ નર્ક કરતાં પણ ખરાબ છે. ભારતમાં જીવન એટલું સસ્તુ નથી કે, તમારે તેની પણ ચુકવણી કરવી પડે.

જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, તમને પદ પર બેસવાનો કોઈ અધિકાર નથી. દરેક વ્યક્તિને કેટલા લાખની ચુકવણી કરવી જોઈએ? તમે કોઈ વ્યક્તિના જીવનને કેટલું મહત્વ આપો છો?

કોર્ટે સવાલ કર્યો કે, શું તમે લોકો સાથે આ પ્રકારનો વ્યવહાર કરી શકો છો? અને લોકો દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણમાં મરવા માટે છોડી શકો છો?

પરાલી સળગાવવામાં પ્રતિબંધ છતાં હરિયાણામાં આવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આડે હાથ લીધી. કોર્ટે કહ્યું, દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના કારણે લાખો લોકોની ઉંમર આછી થઇ રહી છે અને લોકોનો શ્વાસ ઘુંટાઈ રહ્યો છે.

દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણના મુદ્દે આરોપ-પ્રત્યારોપ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા કરી.

ABOUT THE AUTHOR

...view details