ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SC એ NEET-JEE ની પરીક્ષાઓ લેવા માટે આપી લીલી ઝંડી, કહ્યું વર્ષ બગાડી ન શકાય - NEET-JEE પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરતી અરજી

જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ NEET અને એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની JEE ને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી હતી.

SC
SC

By

Published : Aug 17, 2020, 1:31 PM IST

નવી દિલ્હી: જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ NEET અને એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની JEE ને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી હતી.

આ અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટની બેંચે પૂછ્યું હતું કે શું દેશમાં બધું બંધ કરી દેવુ જોઈએ. આ રીતે કિંમતી વર્ષ કેમ વેડફી શકાય? અરજીમાં કોવિડ -19 સંક્રમણના વધતા જતા કેસોને લીધે સપ્ટેમ્બરમાં યોજાનારી JEE મેઇન્સ અને NEET UG પરીક્ષાઓને મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી.

આ મામલાની સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠ કરી રહી છે. JEE 1-6 સપ્ટેમબરે યોજાવાની છે જ્યારે NEET 13 સપ્ટેમ્બરે યાજાવાની છે. આ પરીક્ષા સ્થગિત કરવા માટે 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની અરજી આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details