સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અંગે સૂચન કરતાં કહ્યું કે, ટેકનોલોજી ખરાબ સ્થિતિએ પહોંચી છે. દેશમાં સોશિયલ મીડિયાના દુરઉપયોગ પર નિયંત્રણ લઇ આવવા માટે નિશ્ચિત સમયમાં દિશા નિર્દેશ બનાવવા જરૂરી છે.
સોશિયલ મીડિયાના દુર ઉપયોગ સામે સરકાર જરૂરી માર્ગદર્શન આપેઃ સુપ્રીમ કોર્ટ - સુપ્રીમ કૉર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયાના દુર ઉપયોગ પર અંકુશ લઇ આવવા માટે જણાવ્યું છે. જે માટે જરૂરી માર્ગદર્શનો આપવા માટે ચોક્કસ સમય નિશ્ચિત કરી કોર્ટ સમક્ષ રજૂ કરવા કહ્યું છે. આ ઉપરાંત 3 સપ્તાહમાં કોર્ટ સમક્ષ માર્ગદર્શન તૈયાર કરવા માટેનો સમયગાળો આપવા જણાવ્યું છે.
મંગળવારે ફેસબુક, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયામાં આધાર સાથે જોડાણ અંગે સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી હતી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે યોજના અંગે માહિતી માગી છે.
કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે ત્રણ અઠવાડિયામાં માર્ગદર્શન તૈયાર કરવાનો સમયગાળો રજૂ કરે. ન્યાયાધીશ દિપક ગુપ્તા અને અનિરૂદ્ધ બોઝની ખંડપીઠે કોઈ સંદેશ કે ઓનલાઈન વહેંચણી શરૂ કરનારની શોધ માટે કેટલાક સોશિયલ મીડિયાના માધ્યમો અસમર્થ હોવાની વાત પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સરકારે તેમાં હસ્તક્ષેપ કરવા માટે જણાવ્યું હતું.