નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશના શિક્ષા પ્રધાનોની અરજી પર રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. 6 જુલાઈએ જવાબ આપવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આગામી સુનાવણી 14 જુલાઈએ થશે. આ કેસ 69 હજાર શિક્ષકોની નિમણૂકને સંબંધિત છે.
ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ સમગ્ર મામલાની સુનાવણી કરવામાં આવી હતી. જસ્ટિસ યુ.યુ. લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.