ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉનઃ દૈનિક વેતન કામદારના સ્થળાંતર પર સુપ્રીમમાં સુનાવણી

સમગ્ર દેશમાં લોકડાઉનને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દૈનિક વેતન કામદારના સ્થળાંતરને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ છે. ઉલ્લેખનીય છે કે, આ સુનાવણી વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી થઇ રહીં છે.

ETV BHARAT
લોકડાઉનઃ દૈનિક વેતન કામદારના સ્થળાંતર પર સુપ્રીમમાં સુનાવણી

By

Published : Mar 31, 2020, 1:53 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. મંગળવારે દૈનિક વેતન કામદારના સ્થળાંતરને લઇને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સુનાવણી થઇ હતી.

સુપ્રીમ કોર્ટના વકીલ અલખ અલોક શ્રીવાસ્તવની અરજી પર વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સુનાવણી કરવામાં આવી હતી. કેસની સુનાવણીને લઇને મંગળવારની તારીખ નક્કી કરવામાં આવી હતી.

આ અગાઉ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, સરકાર દ્વારા પહેલાંથી જ દિશા-નિર્દેશોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેને જાહેર કરીને આપણે ભ્રમની સ્થિતિમાં ન જઇ શકીંએ. તેને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા દો, કોર્ટે સરકારને બુધવાર સુધી સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.

આલોક શ્રીવાસ્તવે અરજીમાં પોત-પોતાના ગામમાંથી પગપાળા જઇ રહેલા પ્રવાસી મજૂરો અને તેમના પરિવારોની દુર્દશા માટે ભોજન, પાણી અને વિશ્રામ આપવા સંબંધિત એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડે અને જજ એલ.નાગેશ્વર રાવની બેન્ચે આ કેસની વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સુનાવણી દરમિયાન કહ્યું કે, તે આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં વચ્ચે કોઈ નિર્દેશ આપીને ભ્રમ પેદા કરવા નથી માગતા.

બેન્ચે કામદારોના સ્ળતાંરથી ઉત્પન્ન થયેલી સ્થિતિને લઇને જનહિત અરજી દાખલ કરનારા વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ અને રશ્મિ બંસલને કહ્યું કે, આ કેસમાં તે કેન્દ્રના સ્થિતિ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્ર તરફથી વકીલ જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે આ કામદારોને સ્થળાંતર કરતા રોકવા જરૂરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોએ આ સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લીધાં છે.

બેન્ચે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ આ અરજીઓ મંગળવાર માટે સૂચિબદ્ધ કરી છે.

ABOUT THE AUTHOR

...view details