ચમકીને લઇ SCમાં જનહિતની અરજી દાખલ, ચમકીએ લીધો 154 બાળકોનો ભોગ - bihar
મુજફ્ફરપુર: બિહારના મુજફ્ફરપુરમાં તથા આસ પાસના વિસ્તારોમાં ચમકી તાવે વધુ બે બાળકોનો ભોગ લીધો છે. અત્યાર સુધી આ આંકડો 157ની પાર પહોંચ્યો છે. જોકે સરકારી આંકડાઓ મુજબ 437 બાળકો હજી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. કેન્દ્રીય પ્રધાનથી લઇ મુખ્યપ્રધાને હોસ્પિટલમાં દાખલ બાળકોના પરિવારજનોની મુલાકાત કરી હતી. ત્યારે આ મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. scમાં ચમકી તાવને લઇ જનહિતમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી સોમવારે કરવામાં આવશે.
ફાઇલ ફોટો
મગજના તાવથી બિહારના મુજફ્ફરપુરમાં 112 બાળકોના મોત થયા છે. તો સીતામઢી 17 બાળકો, પૂર્વી ચંપારણમાં 45, વૈશાલીમાં 11, પશ્ચિમ ચંપારણમાં 3, સમસ્તીપુરમાં 6 , બેગૂસરાયમાં 1, સુપૌલમાં 1 તથા નેપાળમાં 1 બાળક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.