નવી દિલ્હી: ભોપાલ ગેસ દુર્ઘટનાથી પીડિત વડતરની માગ માટે સુપ્રીમ કોર્ટ પાસે પહોંચ્યા છે, ત્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ 7,844 કરોડથી પણ વધુની રકમ માટે કેન્દ્રની અરજી પર મગંવારે સુનાવણી કરશે.
ભોપાલ ગેસ દુર્ઘટનાઃ પીડિતોને વળતર આપવા SCમાં સુનાવણી - કેન્દ્રની અરજી પર સુનાવણી
1984માં ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવલેણ ગેસના કારણે જે બીમારીઓ થાય છે. પીડિતો જેની ઉચ્ચ સારવાર માટે વળતરની માગ કરી રહ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ 7,844 કરોડથી પણ વધુ રકમ આપવા માટે કેન્દ્રની અરજી પર સુનાવણી કરશે.
ભોપાલ ગેસ દુર્ઘટનામાં પીડિતોને વડતર આપવા મુદ્દે સુનાવણી કરશે SC
સુપ્રીમ કોર્ટ અમેરિકામાં સ્થિત યૂનિયન કાર્બાઇડ કોર્પોરેશનની ફર્મ પાસેથી 7,844 કરોડથી પણ વધુ રકમ અપાવા માટે સુનાવણી કરશે. જજ અરૂણ મિશ્રાની અધ્યક્ષતામાં બંધારણીય બેન્ચ ગેસ પીડિતોને વડતર રકમ વધારવા માટેની કેન્દ્રની અરજી પર વિચાર કરશે.
આ બંધારણીય બેન્ચના અન્ય સભ્યોમાં જજ ઇન્દિરા બેનર્જી, જજ વિનીત સરન, જજ એમઆર શાહ અને જજ રવિન્દ્ર ભટ્ટ સામેલ છે.