INX મીડિયા કેસમાં પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમને જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે પી.ચિદમ્બરમને જામીન આપવાનો નિર્ણય લીધો છે.
INX મીડિયા કેસ: ધરપકડના 2 માસ બાદ ચિદમ્બરમને મળી રાહત, જામીન થયા મંજૂર - ચિદમ્બરમને મળી રાહત
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે INX મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમને રાહત આપી છે. જણાવી દઇએ કે, CBI કેસમાં ચિદમ્બરમને જામની મળી ગયા છે. બહુચર્ચિત INX મીડિયા કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી.ચીદમ્બરમની દિવાળી સુધરી છે, સુપ્રીમ કોર્ટે CBIના કેસમાં જામીન આપ્યાં છે. જ્યારે હજુ EDના કેસમાં 24મી સુધી કસ્ટડીમાં રહેશે. જો કે લાંબાસમય બાદ જામીન મળતાં ચિદમ્બરમે રાહતના શ્વાસ લીધા છે.
કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ વર્તમાનમાં INX મીડિયા કેસમાં 24 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે.CBI કોર્ટે INX મીડિયા મામલે સોમવારે ચિદમ્બરમ વિરુદ્ધની ચાર્જશીટને ધ્યાનમાં લીધી છે. કોર્ટે પૂર્વ મંત્રીને24 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તે સિવાય આરોપ પત્રમાં નામજોગ દરેક આરોપીઓ સામે સમન્સ જાહેર કર્યો છે. જોકે તેમને ક્યારે હાજર થવાનું છે તે તારીખની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
સુપ્રીમ કોર્ટે જામીન આપતા કહ્યું કે ચિદમ્બરમને જેલમાંથી છોડી શકાય છે પરંતુ શરત એ કે કોઇ અન્ય કેસમાં તેમની ધરપકડ ના થઇ હોય તો, તેમજ આ સાથે તેમને એક લાખ રૂપિયા ભરવા પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જેલમાંથી છૂટવા પર પણ તેમને પૂછપરછ માટે હાજર થવુ પડશે. ચિદમ્બરમ 24 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં છે. સીબીઆઇએ ચિદમ્બરમને 22મી ઑગસ્ટના રોજ રાત્રે તેમને જોરબાગથી તેમના ઘરેથી ધરપકડ કરી હતી.